Surat: આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે જાગૃત મતદારો પોતાની સમસ્યાને લઈને વિરોધના સુર ઉઠાવી રહ્યા છે. એવામાં સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટમાં અવારનવાર આગની ઘટનાથી ત્રસ્ત સ્થાનિકોએ એક જ સુરમાં પોતાની સમસ્યાનો ઉકેલ ના આવે, તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.
સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટની નજીક આવેલ આગમ હાઈટ્સ અને સનફ્લાવર સોસાયટીના રહીશોએ નક્કી કર્યું છે કે, આગના ધુમાડાના કારમે અમારે મોંઢે માસ્ક પહેરીને ફરવું પડે છે. અહીં સતત દુર્ઘંધ આવી રહી છે.
સ્થાનિક પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, અમે વોર્ડ નંબર 29માં રહીએ છીએ અમારી બિલ્ડિંગ આગમ હાઇટ્સની પાછળ ડમ્પીંગ સાઇટ બનેલી છે, જ્યાં દર 15 થી 20 દિવસના અંતરાલમાં આગ લાગી જાય છે. સુરત કોર્પોરેશન કહે છે કે, સ્વછતા રાખો પણ ખુદ SMC જ સ્વછતા રાખતી નથી, તો આમ આદમી ક્યાંથી સ્વછતા રાખી શકે, આના પર એકશન લેવાવી જ જોઈએ.
આગના કારણે અનેક બીમારી થઈ રહી છે. બાળકો શ્વાસ લઈ શકતા નથી. અમારે ઘરની બારીઓ પણ બંધ રાખવી પડે છે અને દુર્ગંધ તો એટલી આવે છે કે, બહાર ગાડી લઈને નીકળે ત્યારે નાક બંધ કરીને નીકળવું પડે છે.
હવે ચૂંટમી આવી રહી છે, ત્યારે અહીંયા જે પણ કોર્પોરેટર કે નેતા આવશે તો 'નો વોટ'. વોટ અંગે અમારે કોઈ વાત જ નથી કરવી, અમે અહીંયા 2 થી 3 હજાર પરિવારો રહીએ છીએ અમારે વોટ માટે વાત જ કરવી નથી, અમને આ મામલે એકશન લેવાવુ જોઈએ
જ્યારે સનફ્લાવર સોસાયટીના રહીશ ગજેન્દ્રભાઈએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી ડમ્પીંગ સાઇટ પર આગ લાગી છે. આ મામલે કોઈ એકશન લેવામાં આવતી નથી. જેથી ધુમાડો થાય છે ધૂળ ઉડે છે અને સૌથી મોટી સમસ્યા અમને શ્વાસ લેવામાં આવી રહી છે, અને દુર્ગંધ પણ ખૂબ આવી રહી છે. આથી અમારે બારીઓ પણ બંધ રાખવી પડે છે. વડીલોને દવાઓ આપવી પડે છે, બાળકો નીચે રમવા આવી શકતા નથી, માસ્ક પહેરીને ફરવું પડે છે, અમારે માટે આ એક નાના લોક ડાઉન જેવું લાગે છે.
અમે એસ.એમ.સી. ને વિનંતી કરીએ છીએ કે કોઈ એકશન લેવામાં આવે, અમે અહીંયા 500 પરિવાર છીએ, અમે કોઈ પગલું ભરવા માંગતા નથી પણ મજબૂર થઈ જઈશું, અમારી વાત કોઈ સાંભળતું નથી, આ મામલે એકશન લો નહીંતર આ વખતે કોઈ વોટિંગ નહી થશે.
આગમ હાઈટ્સમાં રહેતા પ્રકાશ ભાઈ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી લાગેલી આગના કારણે ધુમાડો વધે છે એટલા માટે અહીંયા બહુ તકલીફ પડે છે, હું સિનિયર સિટીઝન છું, કેટલાય સમયથી અહીંયા કોઈ કોર્પોરેટર પણ આવ્યા નથી, અમે અમારી સમસ્યા કોને રજૂઆત કરી શકીએ. હવે જે ઇલેક્શન આવી રહ્યું છે આની અસર તેના પર ચોક્કસ પડશે એવું અમને લાગી રહ્યું છે. અમે અહીંયા ૫૫૦ ફ્લેટ છે, 2 હજાર વોટર છે, અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું, અમારી આ સમસ્યા પહેલા સાંભળશે અને તાત્કાલિક ડમ્પીંગ સાઇટમાં કચરો અને આગ બંધ કરાવે તે પહેલી વિનંતી છે.
