સુરતમાં ચૂંટણી ટાણે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની કબૂલાત- 'આપણે કાચા પડ્યા, વિપક્ષ જનતાને ગેરમાર્ગે દોરવામાં સફળ થયું'

આમ આદમી પાર્ટીએ રામ મંદિર, 370ની કલમનો વિરોધ કર્યો હતો. હવે ચૂંટણી આવી એટલે રામ નવમીની શુભેચ્છા પાઠવે છે અને કથામાં જઈને સાધુ-સંતોના પગમાં પડે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Apr 2026 03:57 PM (IST)Updated: Tue, 07 Apr 2026 03:57 PM (IST)
surat-news-bjp-mla-kumar-kanani-targets-aap-says-opposition-misled-voters-ahead-of-gujarat-local-body-polls
HIGHLIGHTS
  • ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્યના વિપક્ષ પર પ્રહાર
  • કાર્યકર્તાઓને લોકો સુધી સાચી વાત પહોંચે તેવા પ્રયત્નો કરવાની હાકલ

Surat: આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા સાથે ચૂંટણી પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. સુરતમાં વોર્ડ નંબર 4માં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે હાજર રહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરવા સાથે પોતાની જ પાર્ટીને ટકોર કરી હતી.

કુમાર કાનાણીએ કાર્યકરોને સબોધન વખતે આમ આદમી પાર્ટી પર આક્રરા પ્રહારો કરતાં જણાવ્યું કે, RTE અંતર્ગત લાખો વિદ્યાર્થીઓ પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે, સરકાર તેની ફી આપે છે, સરકાર બુટ અને કપડા, દફતર આપે છે. એ વાત આપણે લોકોને ન કરી શક્યા. આપણે કાચા પડ્યા.

હેલ્થ સેક્ટર, સિવિલ, સ્મીમેરમાં આરોગ્ય મફત મળે છે, વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયું અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા. તેમણે કાર્યકર્તાઓને લોકો સુધી સાચી વાત પહોંચે તે માટેના પ્રયત્ન કરવા હાંકલ કરી હતી.

આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતાં કુમાર કાનાણીએ જણાવ્યું કે, પાંચ વર્ષ સુધી તેમણે કૌભાંડ કર્યા છે. રેશનકાર્ડ દુકાન, ગેરકાયદેસર બાંધકામમાં કૌભાંડ કર્યા અને ચૂંટણી આવે છે એટલે તેઓ સુંદર કાંડ કરે છે. આ વાત લોકો સુધી પહોચાડવી પડશે. તેમણે રામ મંદિર, 370ની કલમનો વિરોધ કર્યો અને અત્યારે રામ નવમીની શુભેચ્છા પાઠવે છે, અત્યારે કથામાં જાય છે અને સાધુ સંતોના પગમાં પડે છે.

ચૂંટણી આવી રહી છે અને પ્રચાર શરુ થયો છે, ત્યારે વિપક્ષો જે રીતે જુઠાણું ચલાવે છે અને ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થાય છે એની સામે સજાગ રહેવું જોઈએ. લોકો સુધી સાચી વાત પહોંચે અને લોકોને સાચી વાતની સમજણ રહે અને લોકો ગેરમાર્ગે ન દોરાય એટલા માટે સરકારની જે યોજના છે તે લોકો સુધી પહોચાડવામાં કાચા ન પડીએ અને સફળ થઈએ અને લોકો સુધી સાચી વાત પહોચે એ માટે મહેનત કરવા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, 5 વર્ષ અમે ખુબ મહેનત કરી છે પરંતુ ચુંટણી પ્રચારની અંદર ફરીવાર લોકોને યાદ અપાવવું પડતું હોય છે, કારણ કે ચૂંટણી પ્રચારની અંદર દરેક પક્ષો પોત પોતાની વાતો મુકતા હોય છે.

ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી જે ખોટી વાતો મૂકી રહી છે એની સામે લોકો ગેરમાર્ગે ન દોરાય એટલા માટે ફરી વાર લોકોને વિકાસ અને યોજનાની વાત કરવી પડશે, જેનાથી લોકો ગેરમાર્ગે ન દોરાય. ચૂંટણી પ્રચાર દરેક પક્ષો કરતા હોય છે પણ લોકો કોઈની ખોટી વાતમાં દોરવાય ન જાય એટલા માટે સાચી વાત લોકો સુધી પહોચાડવી જોઈએ

તેમણે આપ પાર્ટી પર આક્ષેપ મુદે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ સુધી વરાછાની જનતા જાણે છે અને આપના કોર્પોરેટર અડધા અત્યારે ક્યાં છે તે પણ બધા અત્યારે જાણે છે જે લોકો આપના કોર્પોરેટર હતા તેમણે ભ્રષ્ટાચાર કર્યા છે, સસ્તા અનાજ, બાંધકામમાં અનેક ભ્રષ્ટાચાર કર્યા છે, ચૂંટણી આવે છે એટલે તેઓ સુંદર કાંડ કરે છે, આ વાત લોકોને કરવી પડશે.