Surat: બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધની આગ સુરત પહોંચી, 'ધાનેરા માંગે બનાસ'ના નારા સાથે રેલી યોજાઈ

સુરત કલેક્ટરને આવેદન આપી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે રજૂઆત કરાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Jan 2025 07:57 PM (IST)Updated: Tue, 21 Jan 2025 07:57 PM (IST)
surat-news-rally-for-protest-against-banaskantha-districkt-split
HIGHLIGHTS
  • 'સરકાર જનહીત વિચારે, જન આક્રોશ નહીં'ના બેનરો સાથે રેલી કલેક્ટર કચેરી પહોંચી

Surat: બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું છે, તેને લઈને સુરતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વિવિધ બેનરો સાથે લોકો કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ-થરાદમાં મુકવામાં આવ્યો છે તેને લઈને સુરતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. લોકો બેનરો સાથે સુરત કલેકટર કચેરી પહોચ્યા હતા અને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે. શૈક્ષણિક સંસ્થાઓથી લઈને હોસ્પિટાલીટી અને કામકાજની સરળતા પાલનપુરમાં છે ખુબ લાંબુ અંતર અને ભારે અગવડતા વાવ-થરાદ સાથે ધાનેરા તાલુકાના લોકોને જણાય રહી છે. જેથી સરકાર ધાનેરાની જનતાને લોક લાગણીને માન આપી પુનઃ વિચાર કરે અને ધાનેરાને બનાસકાઠામાં જ રાખવામાં આવે.

આવેદન પત્ર આપવા આવનાર લાલજીભાઈ પુરોહિતે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી દેવામાં આવ્યું છે, તે વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે એનાથી ધાનેરા તાલુકાની પ્રજામાં ભરપુર રોષ છે અને એટલા માટે આવેદન પત્ર આપવામાં આવ્યા છીએ કે, અમને અમારો અધિકાર પાછો આપો. સુરત શહેરમાં કલેકટરમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જયારે ધાનેરા તાલુકામાં આજે મહાસંમેલન છે.