Surat: જોળવા ગામે SOGનો સપાટો, ડિગ્રી વિના પ્રેક્ટીસ કરતાં બે બોગસ તબીબો ઝડપી પાડ્યા

અલગ-અલગ હોસ્પિટલમાં નર્સિંગ તથા કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હોવાથી તેના અનુભવના આધારે બે વર્ષથી દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા તબીબ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Jan 2025 07:43 PM (IST)Updated: Tue, 21 Jan 2025 07:43 PM (IST)
surat-news-sog-police-held-2-bogus-doctor-from-jalwa-village
HIGHLIGHTS
  • મેડિકલ સાધન સામગ્રી તેમજ દવાઓનો જથ્થો જપ્ત કર્યો

Surat: સુરત જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ દરોડો પાડીને પોલીસે બે બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે જોળવા ગામે બે અલગ અલગ જગ્યાએ દરોડો પાડ્યો હતો તેમજ દવાખાનાઓમાંથી અલગ અલગ મેડીકલ સાધન સામગ્રી તથા દવાઓ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પહેલા બનાવમાં સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે જોળવા ગામે આવેલા અનમોલ સોસાયટી રાધે કોમ્પ્લેક્સમાં ક્રિષ્ના કલીનીક નામના દવાખાનામાં દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે હાર્દિકભાઈ પુનાભાઈ વસ્તાભાઈ કાતરીયા (37) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્યાંથી અલગ અલગ મેડીકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ 21 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીએ કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન સર્ટિ કે પ્રમાણપત્ર નહી હોવાનું જણાવ્યું હતું અને પોતે ગ્રેજયુએશન તથા નર્સિંગનો અભ્યાસ કર્યો હોય અને જુદી જુદી હોસ્પિટલોમાં નર્સિંગ તથા કમ્પાઉન્ડર તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું હોય જે અનુભવ આધારે આ દવાખાનું છેલ્લા બે વર્ષથી ચલાવતો હોવાનું જણાવ્યું હતું

બીજા બનાવમાં જોળવા ગામે આવેલા આરાધના લેક ટાઉન વિભાગ-૨ માં આયુ કલીનીક નામના દવાખાનામાં સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે વિશાલ ધનરાજ લોટન સોનવણે (31)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્યાંથી અલગ અલગ મેડીકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ 13,199 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલો આરોપી કોઈ પણ પ્રકારનું માન્ય સંસ્થાના રજીસ્ટ્રેશન સર્ટિ કે પ્રમાણપત્ર નહી હોવાનું જણાવ્યું હતું અને પોતે ધો.12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ મુંબઈના વસઈ ખાતે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે 2 વર્ષ સુધી નોકરી કરી હતી. જેથી દવાઓ વિશે જાણકારી હોવાનું જણાવ્યું હતું અને પોતાની પાસે માન્ય સંસ્થાની ડીગ્રી વગર આયુ કલીનીક નામે દવાખાનું છેલ્લા 2 વર્ષથી ચલાવે છે તેમ જણાવ્યું હતું.