સુરતમાં રઘુવંશી સમાજ દ્વારા પ્રથમવાર ભવ્ય સામુહિક શસ્ત્રપૂજન યોજાયું, 300થી વધુ યુવાનો ઉત્સાહભેર જોડાયા

સુરતમાં વિજયા દશમીના પાવન પર્વ પર રઘુવંશી સમાજ દ્વારા પ્રથમવાર ભવ્ય સામૂહિક શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં 300થી વધુ યુવાનો જોડાયા અને રક્તદાન શિબિર પણ યોજાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 20 Oct 2026 10:20 PM (IST)Updated: Tue, 20 Oct 2026 10:20 PM (IST)
surat-news-raghuvanshi-samaj-organizes-grand-mass-shastra-pujan-on-vijaya-dashami

Raghuvanshi Samaj Shastra Pujan Surat: વિજયા દશમીના પાવન પર્વ અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક સમા દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ સુરતમાં રઘુવંશી સમાજદ્વારા યોજાયો હતો.

સુરતમાં સૌપ્રથમ વખત જલારાજ યુવા સંગઠન દ્વારા શુક્લ યજુર્વેદી પરંપરા અનુસાર રઘુવંશી લોહાણા વૈદિક ક્ષત્રિયોનું સામૂહિક શસ્ત્ર પૂજન આયોજિત કરવામાં આવ્યું હતું. વરાછા ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં 300 કરતા વધુ યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા અને સામૂહિક શસ્ત્ર પૂજન કર્યું હતું.

અધર્મ પર ધર્મના વિજય પર્વ દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો મહિમા છે, ત્યારે સુરતમાં સૌ પ્રથમવાર જલારાજ યુવા સંગઠન દ્વારા શુક્લ યજુર્વેદી પરંપરા અનુસાર રઘુવંશી લોહાણા વૈદિક ક્ષત્રીયોનું સામૂહિક શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વરાછા ખાતે આયોજિત આ સામૂહિક શસ્ત્ર પૂજનમાં 300થી યુવાનો એકઠા થઈને સામૂહિક શસ્ત્ર પૂજન કર્યું હતું. વિદ્વાન બ્રાહ્મણોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે આ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની દિવ્ય શરૂઆત નાની દીકરીઓના પૂજન તેમજ લક્ષ્મી પૂજન સાથે કરવામાં આવી હતી. વિદ્વાન બ્રાહ્મણોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મંત્રોચ્ચાર વચ્ચે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમની શોભા વધારવા માટે કોર્પોરેટર વ્રજેશભાઈ ઉનડકટ, પી.આઈ. અંકિતભાઈ સોમૈયા, રાંદેર પોલીસ સ્ટેશનના ASI જલ્પાબેન જોબનપુત્રા, કામરેજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ઠક્કર, ઘોઘારી લોહાણા મહાજન સમાજના પ્રમુખ શૈલેષભાઈ સોનપાલ તેમજ રસિકભાઈ રઈઠ્ઠઠા વિશ્વપ્રકાશ પાનવાલા સહિત રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શસ્ત્ર પૂજનના આ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનની સાથેસાથે એક સરાહનીય સામાજિક પહેલરૂપે ભવ્ય રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી