'માઁ અંબા પધારો..!' વરાછા ઉમિયાધામમાં નવરાત્રીની આઠમે 20 હજાર દીવડાની મહાઆરતી, રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર પરિસર; જુઓ VIDEO

નવરાત્રી પર્વ નિમિત્તે સુરતના વરાછા સ્થિત ઉમિયાધામ મંદિરમાં આઠમના દિવસે 20 હજારથી વધુ દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું. આ પ્રસંગે મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું, જ્યાં પરંપરાગત ગરબા પણ રમાયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 19 Oct 2026 11:08 PM (IST)Updated: Mon, 19 Oct 2026 11:08 PM (IST)
surat-umiyadham-maha-aarti-20000-lamps-light-up-varachha-temple-on-mahashtami-watch-video

Surat Umiyadham Maha Aarti: સુરત સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં માતાજીના આરાધનાના પર્વ નવરાત્રીના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે આઠમ નિમિત્તે વરાછા સ્થિત ઉમિયા ધામ મંદિરમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ભવ્ય આરતીમાં 20 હજારથી વધુ માઈભક્તો જોડાયા હતા.

વરાછા સ્થિત ઉમિયાધામ મંદિરની આઠમની મહાઆરતી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. રાતના સમયે હજ્જારો દીવડાઓ સાથેની આરતી ખરેખર અલૌકિક લાગે છે. આજે પણ એકસાથે 20 હજારથી વધુ ભક્તો હાથમાં દીવડા લઈને માતાજીની મહાઆરતી થતાં મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતુ.

Pavagadh Aatham Havan: 'જય મહાકાળી'ના નાદથી ગુંજ્યો પાવાગઢ ડુંગર, દોઢ લાખથી વધુ માઈભક્તો આઠમના હવનના દર્શન કરી ધન્ય થયા

30 કરતાં વધુ વર્ષોથી ઉમિયાધામમાં નવરાત્રી મહોત્સવ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આજે એકતરફ જ્યાં પાર્ટીપ્લોટોમાં લોકો ગરબાના નામે અવનવી સ્ટાઈલો કરતા હોય છે, ત્યારે ઉમિયાધામ પરિસરમાં માત્ર પ્રાચીન પરંપરા પ્રમાણે જ ગરબા રમાડવામાં આવે છે. અહીં કોઈ ફિલ્મી ગીતો નથી વાગતા કે નથી ખેલૈયાઓ ડિસ્કો કરતા.

 

આ અંગે વિજય પટેલે જણાવ્યું કે, ઉમિયાધામમાં જે ભક્તો અને ખેલૈયાઓ છે, તેઓ માતાજીને અરજ કરતાં હોય છે. માતા ઉમિયા પધારો અમારું આંગળું પાવન કરો. માતા અંબા, નવ દુર્ગા પધારો અને અમારું આગળિયું પાવન કરો. આજે લગભગ 20 હજાર કરતાં વધારે ભક્તજનોએ મહાઆરતીનો લાભ લીધો છે. આજના દિવસે અમારો એકતા, સમરસતા, અનુશાસનતા અને આત્મનિર્ભરતાનો જ સંદેશ છે.