Surat: ઉમરપાડામાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં પોલીસે સગીર સહિત 4 આરોપીઓને દબોચ્યા

લગ્ન પ્રસંગમાં સગીરા પર નજર પડતાં જ તેને લલચાવીને બસ સ્ટેન્ડની પાછળ આવેલી અવાવરું જગ્યાએ લઈ જઈ ચાર નરાધમોએ વારાફરતી પીંખી નાંખી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Mar 2026 06:09 PM (IST)Updated: Sun, 15 Mar 2026 06:09 PM (IST)
surat-news-minor-girl-gang-raped-by-four-in-umarpada-police-arrest-all-accused-within-hours
HIGHLIGHTS
  • પીડિત સગીરાને તબીબી તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવી

Surat: સુરત જિલ્લાના ઉમરપાડામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગીર સહિત ચાર હવસખોરોએ સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈને હવસનો શિકાર બનાવી હતી.

સગીરાને ફોસલાવીને અવાવરું જગ્યાએ લઈ જઈ દેહ ચુંથ્યો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉમરપાડામાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ચાર શખ્સોની નજર સગીરા પર પડી હતી. જે બાદ તેમણે સગીરાને ફોસલાવીને બસ સ્ટેન્ડની પાછળની અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં એક પછી એક ચારેય જણાએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતુ.

આ મામલે પીડિત સગીરાએ પરિવારજનોને જાણ કરતાં આખરે મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. હાલ તો પોલીસે સગીરાને મેડિકલ અર્થે મોકલી આપીને આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની અલગ-અલગ ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ચારેય હવસખોરોને ઝડપી પાડ્યા છે, જે પૈકી એક આરોપી સગીર હોવાનું માલૂમ પડ્યું છે.