Surat: આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે સુરત થી માદરે વતન જવા માટે પરપ્રાંતિયોની ભારે ભીડ રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. આ ઉપરાંત કોઈ ભાગદોડ ન થાય તે માટે ખાસ બંદોબસ્ત પણ સ્ટેશન પર ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને લાઈનમાં ઊભા રાખી લાઇન બંધ ટ્રેનોમાં બેસાડવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં બેસવા માટે લોકોને લાંબી કતારો જોવા મળી હતી અને વહેલી સવારથી જ લોકો સ્ટેશન ઉપર પહોંચી ગયા હતા
સુરત શહેરમાં રોજગારી અર્થે દેશના અલગ અલગ રાજ્યમાંથી લોકો સુરતમાં આવીને વસે છે અને વાર તહેવારે પોતાના વતન જતા હોય છે, ત્યારે આગામી સમયમાં દિવાળી, છઠપૂજા સહિતના અનેક તહેવારો આવી રહ્યા છે. આ દરમિયાન વતન જવા માટે રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ઉધના રેલ્વે સ્ટેશન ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. બીજી તરફ કઈ ભાગદોડ ન થાય તે માટે ખાસ બંદોબસ્ત પણ સ્ટેશન પર ગોઠવવામાં આવ્યો હતો.
લોકોને લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા હતા અને લાઈન બંધ ટ્રેનોમાં બેસાડવામાં આવી રહ્યા હતા. બીજી તરફ વહેલી સવારથી લોકો રેલ્વે સ્ટેશન ઉપર પહોંચી ગયા હતા. ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના મુસાફરોની વતન જવા માટે રેલ્વે સ્ટેશન પર પહોંચી ગયા હતા.
આ ઉપરાંત અહીં ભીડને ધ્યાનમાં રાખીને મેડિકલ ટીમ 24 કલાક ઉપલબ્ધ રહેશે. ભારે ભીડને જોતા રેલવે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે ઉધના સ્ટેશન પર રેલવે દ્વારા મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ખાસ તહેનાત કરવામાં આવશે, કારણ કે ભારે ભીડમાં જો કોઈ મુસાફરને તબીબી સહાયની જરૂર પડે તો તેને તાત્કાલિક સારવાર મળી શકે છે અથવા નજીકની હોસ્પિટલમાં મોકલી શકાય છે.
મુસાફર અતુલ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, હું સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઉભો છું, ભારે ભીડ છે, હું આઝમગઢ જઈ રહ્યો છું. મારી છાપરા એક્સપ્રેસ ટ્રેન છે. હોલીડે સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે પણ અમારી માંગ છે, હજુ વધુ ટ્રેનો વધારવામાં આવે.
