Surat: સુરત શહેરમાં સીમાડા ખાડીની આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાયા હતા ત્યારે આજે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ આ વિસ્તારની વિઝીટ કરી હતી અને પાણીનો નિકાલ થયા બાદ તાત્કાલિક અસરથી સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવાનો આદેશ આપ્યો હતો.
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે જે તે વિસ્તારમાં અત્યારે પાણી ઉતરી રહ્યા છે ત્યાં સવારથી હું વિઝીટ લઇ રહ્યો છું ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવની કામગીરી તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. ઉપરવાસ સ્કેચમેન્ટ એરિયાનું પાણી જે સુરત ખાડીમાં આવી રહ્યું છે સીમાડાની ખાડીની આજુબાજુના સોસાયટીના પાણી અત્યારે ઉતરતા નથી, 3 થી 4 ફૂટ છે સીમાડા ખાડી હાલ લેવલથી જઈ રહી છે, જેના હિસાબે આ પાણી જઈ રહ્યા નથી .
વધુમાં જણાવ્યું હતું કે સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયેલા છે તે ઉતરવાની સંભાવના છે અહી સોસાયટીમાં ઘરે ઘરે જઈને પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર અને ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે, આરોગ્ય વિભાગને સુચના આપી દીધી છે કે જે જગ્યાએ પાણી ઉતરી જાય અને તે જગ્યાએ સફાઈ થઇ જાય દવા છટકાઈ અને તેનું મોનીટરીંગ પણ કરવામાં આવે
