'વાદલડી વરસી રે..!' સુરતમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર, નીચાણવાળા વિસ્તારની સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા રહેતા રહીશોને હાલાકી

પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઈટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશોને હાલાકી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Jun 2025 04:14 PM (IST)Updated: Wed, 25 Jun 2025 04:14 PM (IST)
surat-news-rain-continues-on-third-days-water-logging-in-many-society
HIGHLIGHTS
  • બે દિવસમાં 17 વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદ
  • ઉકાઈ ડેમની જળ સપાટી 315.88 ફૂટ પર પહોંચી

Surat: સુરત શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી હતી

સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ
રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ સુરત જીલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને છેલ્લા બે દિવસમાં સુરત શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો બીજી તરફ આજે પણ વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

naidunia_image

શહેરમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી હતી, આ ઉપરાંત સુરત શહેરમાં ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે.

ખાસ કરીને વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઈટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

naidunia_image

સુરત શહેરમાં આવેલી ખાડીઓની સ્થિતિ બપોરે 12 કલાકે

ખાડી ભયજનક હાલનું લેવલ
કકરા ખાડી 8.48 મીટર 6.30
ભેદવાડ ખાડી 7.20 મીટર 5.40
મીઠી ખાડી 9.35 મીટર 8.85
ભાઠેના ખાડી 8.25 મીટર 6.45
સીમાડા ખાડી 4.50 મીટર 4.60

ઉકાઈ ડેમની સ્થિતિ આજે 12 કલાકે

ડેમની સપાટી :- 315.88 ફૂટ
ઇન્ફ્લો :- 22479.0 કયુસેક
આઉટફલો :- 800 કયુસેક

કોઝવેની સપાટી આજે ૧૨ કલાકે
ભયજનક :- 6 મીટર
12 કલાકે સપાટી :- 6.83 મીટર

naidunia_image

શહેરમાં 17 વૃક્ષ ધરાશાયી

સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ પડ્યો હતો, ભારે વરસાદને પગલે શહેરમાં ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા. સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં 17 જેટલા ઝાડ પડવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા ઝાડ પડવાના કોલ મળતા જ ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે જઈને ઝાડ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી