Gujarat Weather Forecast Live Updates (27 October 2026) | આજનું હવામાન તાપમાન: બંગાળની ખાડીમાં સર્જાયેલુ અર્નાબ વાવાઝોડું તીવ્ર બન્યું છે અને આગામી 28 ઓક્ટોબરના રોજ ઓડિશા અને આંધ્ર પ્રદેશની વચ્ચે ટકરાઇ શકે છે. જેની અસર ગુજરાત પર થવાની શક્યતા નથી. આજે રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં. ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાન 3 ડિગી સુધી ઘટી શકે છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતના હવામાનની વાત કરીએ તો આજે 27 ઓક્ટોબરના રોજ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન સામાન્ય કે તેથી ઉપર રહી શકે છે. જોકે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. એ જ રીતે લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
38.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
ગઇકાલે 27 ઓક્ટોબરે ગુજરાતમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 38.4 ડિગ્રી, રાજકોટમાં 38.2, કેશોદમાં 38, વલ્લભ વિદ્યાનગરમાં 37.9, ડીસામાં 37.8, ભુજમાં 37.8, કંડલા પોર્ટમાં 37.5, પોરબંદરમાં 37.4, નલિયામાં 37.2, અમદાવાદમાં 37, સુરતમાં 37, અમરેલીમાં 36.9, વડોદરામાં 36.8, મહુવામાં 36.6, ગાંધીનગરમાં 36.2, ભાવનગરમાં 36, દ્વારકામાં 34, વેરાવળમાં 33.3, ઓખામાં 33.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
19.3 ડિગ્રી સાથે નલિયામાં ઠંડી વર્તાઇ
લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 19.3 ડિગ્રી, મહુવામાં 19.3, અમરેલીમાં 20, ભાવનગરમાં 20.2, પોરબંદરમાં 20.4, ગાંધીનગરમાં 20.5, વડોદરમાં 20.6, અમદાવાદમાં 21, ડીસામાં 21.3, સુરતમાં 22.5, ભુજમાં 22.8, રાજકોટમાં 23.2, વેરાવળમાં 23.5, સુરેન્દ્રનગરમાં 23.6, કંડલા પોર્ટમાં 24.5, દ્વારકામાં 25.5, ઓખામાં 26.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે. આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. આકાશ સામાન્ય રીતે ચોખ્ખું રહેશે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરામાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી રહી શકે છે.
