Gujarat News Today Live 26 October, 2026 : ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભુજ-કચ્છ દ્વારા 23 ઓક્ટોબરે ભુજ તાલુકાના ભીરંડીયારા સ્થિત 'મેં. પટેલ એન્ટરપ્રાઇઝ ડેરી ફાર્મ' પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પેઢી દ્વારા દૂધ અને તેની બનાવટોનો વ્યાપારી ધોરણે વેપાર થતો હોવાનું જણાયું હતું. સ્થળ પર પનીર બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા તે તદ્દન શંકાસ્પદ અને ખાદ્ય સુરક્ષાના ધોરણો વિરુદ્ધ હોવાનું માલૂમ પડ્યું હતું. પેઢીમાંથી મળી આવેલ પનીર અને દૂધની બનાવટનો 699 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થાનો પંચની રૂબરૂમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. પેઢીમાંથી શંકાસ્પદ પનીર અને દૂધની બનાવટોના નમૂના ચકાસણી માટે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ભુજના ભીરંડીયારામાં શંકાસ્પદ ગુણવત્તાવાળા 699 કિલો પનીરનો સ્થળ પર કરાયો નાશ
ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભુજ-કચ્છ દ્વારા 23 ઓક્ટોબરે ભુજ તાલુકાના ભીરંડીયારા સ્થિત 'મેં. પટેલ એન્ટરપ્રાઇઝ ડેરી ફાર્મ' પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પેઢી દ્વારા દૂધ અને તેની બનાવટોનો વ્યાપારી ધોરણે વેપાર થતો હોવાનું જણાયું હતું. સ્થળ પર પનીર બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા તે તદ્દન શંકાસ્પદ અને ખાદ્ય સુરક્ષાના ધોરણો વિરુદ્ધ હોવાનું માલૂમ પડ્યું હતું. પેઢીમાંથી મળી આવેલ પનીર અને દૂધની બનાવટનો 699 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થાનો પંચની રૂબરૂમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. પેઢીમાંથી શંકાસ્પદ પનીર અને દૂધની બનાવટોના નમૂના ચકાસણી માટે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
અમરેલીના કમિગઢ મુકામે અંદાજે રૂ. 1.63 કરોડના ખર્ચે બનશે આધુનિક બ્રિજ
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન અને માળખાકીય સવલતો વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે આજરોજ કમિગઢ મુકામે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ થયો છે. રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે બ્રિજ (પુલ)ના નિર્માણ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે માર્ગ અને મકાન વિભાગ-પંચાયત હેઠળની ગ્રાન્ટમાંથી અંદાજે કુલ રૂ. 1.63 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આ માતબર ગ્રાન્ટના ઉપયોગથી બ્રિજનું કામ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે માટે આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે.