Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચ જાપ્તામાંથી ફરાર થવાનો પ્રયાસ કરી રહેલા હિસ્ટ્રીશીટરને પગમાં ગોળી મારીને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ તો ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
PSIની સર્વિસ રિવોલ્વર છીનવીને ભાગવા જતાં પગમાં ગોળી મારી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાજપના યુવા નેતા જય દલાલની હત્યા સહિત 35 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલ હિસ્ટ્રીશીટર જયેશ ઉર્ફે બારકુ પાટીલને આજે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ક્રાઈમ બ્રાન્ચ લવાઈ રહ્યો હતો. આ દરમિયાન બુઢાણા ગામ નજીક જયેશે ઉલટી અને લઘુશંકા માટે જવાનું કહીને પોલીસની ગાડીને ઉભી રખાવી હતી.
આ પણ વાંચો
ગાડી ઉભી રહી તે સાથે જ જયેશે બાજુમાં બેઠેલા PSI શૈલેષ દુબેનું સર્વિસ વેપન ખેંચીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં જયેશને પગમાં ગોળી વાગી હતી. જે બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત આરોપીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
