Surat: દિવાળી નિમિત્તે સુરત એસ.ટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે, આજ સુધીમાં 202 બસનું બુકિંગ થઈ ગયું

સુરતથી સૌરાષ્ટ્ર(અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, ગારીયાધાર, રાજકોટ, જૂનાગઢ, ઉના) તરફનુ સંચાલન 'સ્વામી આત્માનંદ સરસ્વતી વિધ્યા સંકુલ ( ધારૂકા કોલેજ ) વરાછા રોડ સુરતથી કરાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Oct 2024 05:40 PM (IST)Updated: Fri, 18 Oct 2024 05:40 PM (IST)
surat-news-gsrtc-run-extra-buses-for-diwali-2024
HIGHLIGHTS
  • 26 થી 30 ઓક્ટોબર દરમિયાન વધારાની બસો દોડાવવાનું આયોજન
  • 15 હજાર જેટલા મુસાફરો એડવાન્સ બુકિંગનો લાભ લીધો

Surat: વાર તહેવારો પર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે, ત્યારે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેને ધ્યાને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત એસટી વિભાગ દ્વારા 'એસ.ટી.આપના દ્વારે' કેમ્પેઇન હેઠળ આજ દીન સુધીમાં કુલ -202 બસોનુ બુકીંગ થઇ ગયેલ છે. જ્યારે 90 બસોનું ઓનલાઇન બુકીંગ થયેલ છે. જે બુકીંગ થકી આશરે 15000 જેટલી મુસાફર જનતાએ એસ.ટી..નો લાભ મેળવેલ છે. હજી પણ બુકીંગ ચાલુજ છે.

આગામી દિવાળીનો તહેવાર રાજ્યની જનતા પોતાના માદરે વતન પોતાના પરિવાર સાથે હર્શોઉલ્લાસ સાથે ઉજવી શકે તેવા શુભ આશયથી સુરતથી સૌરાષ્ટ્ર અને સુરતથી પંચમહાલ સુરતથી ઉત્તર ગુજરાત તરફના મુસાફરો માટે તા-26-10-2024થી તા-30-10-2024 દરમ્યાન વધારાની બસો (એક્સ્ટ્રા) થી સંચાલન કરવામાં આવનાર છે.

આ બાબતે મંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્શ પણ કરવામાં આવી હતી. આ સંચાલન માં ' એસ.ટી.આપના દ્રારે' કેમ્પેઇન હેઠળ આજ દીન સુધી માં કુલ -202 બસોનું બુકીંગ થઇ ગયું છે અને 90 બસોનુ ઓનલાઇન બુકીંગ થયું છે. જે બુકીંગ થકી આશરે 15000 જેટલી મુસાફર જનતા એ એસ.ટી..નો લાભ મેળવ્યો છે. અને હજી પણ બુકીંગ ચાલુજ છે.

સુરતથી સૌરાષ્ટ્ર(અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, ગારીયાધાર, રાજકોટ, જૂનાગઢ, ઉના) તરફનુ સંચાલન 'સ્વામી આત્માનંદ સરસ્વતી વિધ્યા સંકુલ ( ધારૂકા કોલેજ ) વરાછા રોડ સુરત થી કરવામાં આવશે. સુરતથી પંચમહાલ ( દાહોદ, ઝાલોદ, ગોધરા) તરફનુ સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના કમ્પાઉન્ડમાંથી તેમજ અડાજણ બસ પોર્ટ ખાતેથી કરવામાં આવશે. જેથી વધુમાં વધુ મુસાફરો એસ.ટી નિગમ ની આ સુવિધાનો લાભ લે તે માટે વિનંતિ કરવામાં આવી છે.