Surat: પાણીપુરી વિક્રેતાઓના ઠેકાણે સતત બીજા દિવસે ફૂડ વિભાગનો સપાટો, અખાદ્ય બટાકા અને પકોડી સહિતના જથ્થાનો નાશ

આજે 72 એકમો ચેક કરવામાં આવ્યા, 51ને નોટિસ ફટકારાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 08 Apr 2025 07:48 PM (IST)Updated: Tue, 08 Apr 2025 07:48 PM (IST)
surat-news-food-department-checking-on-second-day-inedible-material-destroyed
HIGHLIGHTS
  • ગતરોજ 368 કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો

Surat: સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા દિવસે શહેર વિસ્તારના જુદા-જુદા ઝોનમાં આવેલા પાણીપુરીનું ઉત્પાદન કરી વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન અખાદ્ય પકોડી અને બટાકા સહિતનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ કેટલાક એકમોને નોટિસ આપી દંડની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

આજે 72 એકમો ચેક કરવામાં આવ્યા, 51ને નોટિસ ફટકારાઈ
આજે સુરતના સેન્ટ્રલઝોન, લીંબાયત ઝોન, ઉધના ઝોન-એ, રાંદેર ઝોન અને વરાછા ઝોન મળીને કુલ 72 એકમો પર ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જે પૈકી 51ને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ 452 કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે 23,800 રૂપિયા વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવ્યો છે.

ગતરોજ 368 કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો
સુરતમાં ગતરોજ પણ શહેર વિસ્તારના જુદા જુદા ઝોનમાં આવેલા પાણીપુરીનું ઉત્પાદન કરી વેચાણ કરતા લોકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સેન્ટ્રલ ઝોનમાં 21 સંસ્થાઓ ચેક કરવામાં આવી હતી અને 16ને નોટિસ આપવામાં આવી હતી તેમજ 82 કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો જયારે 8250 રૂપિયા વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉધના ઝોન-એમાં 24 સંસ્થાઓમાં સ્થળ તપાસ કરાઈ હતી, જેમાં 23 સંસ્થાઓને નોટીસ અપાઈ હતી અને 286 કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો જયારે 18,200 રૂપિયાનો વહીવટ ખર્ચ વસુલ કરવામાં આવ્યો હતો.