Surat: હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટીની ઉજવણી કરી, પોલીસ અને મીડિયાના મિત્રોને રંગોત્સવની શુભેચ્છા પાઠવી

નાયબ મુખ્યમંત્રીએ વૃદ્ધાશ્રમના વડીલો સાથે ગુલાલથી ધુળેટી રમીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ વડીલોના જીવનમાં ઉત્સાહનો નવો સંચાર કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Mar 2026 06:31 PM (IST)Updated: Wed, 04 Mar 2026 06:31 PM (IST)
surat-news-deputy-cm-harsh-sanghavi-celebrates-dhuleti-with-elderly-at-ambika-niketan-old-age-home
HIGHLIGHTS
  • વડીલોની ઉપસ્થિતિમાં તહેવારની ઉજવણી કરવી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ: હર્ષ સંઘવી

Surat: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ સ્થિત અંબિકા નિકેતન વૃદ્ધાશ્રમના વડીલો સાથે આનંદ, ઉલ્લાસ અને સૌહાર્દના પાવન પર્વ ધુળેટીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ આશ્રમના વડીલો સાથે ગુલાલથી ધુળેટી રમી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને વડીલોના જીવનમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો.

તેમણે આ પાવન પર્વે ગુજરાતની જનતા સહિત દિવસ-રાત ફરજ બજાવતા પોલીસ વિભાગ અને મીડિયાના મિત્રોને પણ રંગોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વડીલોની ઉપસ્થિતિમાં તહેવારની ઉજવણી કરવી એ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે અને સૌના જીવનમાં આ હોળી-ધુળેટીનો તહેવાર સુખ-શાંતિ લાવે તેવી પ્રાર્થના કરી હતી. રંગોનો આ તહેવાર સૌના જીવનમાં નવી આશા અને ઉત્સાહના રંગો પૂરે તથા સૌનું સામાજિક જીવન પરસ્પર સ્નેહ અને મીઠાશથી મહેકતું રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.