મુખ્યમંત્રીના હસ્તે 24 મેએ 'જમનાબા વિદ્યાર્થી ભવન'નું લોકાર્પણ, AI રીસર્ચ લેબથી લઈને ઓન-સાઈટ લોન્ડ્રી સુધીની અદ્યતન સુવિધાઓ મળશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'જમનાબા વિદ્યાર્થી ભવન'ના પટાંગણમાં સરદાર પટેલની ભવ્ય અને દિવ્ય સ્ટ્રક્ચર સહિત 41 ફૂટ ઊંચી અને 9 ટન વજનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 May 2026 06:01 PM (IST)Updated: Wed, 20 May 2026 06:01 PM (IST)
surat-news-chief-minister-to-inaugurate-jamnaba-vidyarthi-bhavan-on-may-24
HIGHLIGHTS
  • પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન અને 51 ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ

Surat Jamnaba Vidhyarthi Bhavan: ઔદ્યોગિક નગરી સુરતના આંગણે શિક્ષણ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે એક નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત (Shree Saurashtra Patel Seva Samaj Surat) દ્વારા આગામી 24મી મે રવિવારના રોજ સાંજે 5.00 વાગે સુરતના વાલક પાટીયા મણીબેન ચોક સ્થિત સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી નિર્માણ પામેલા ભવ્ય ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરાશે.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા.24-05-2026 રવિવારે સાંજે 5 કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નુ લોકાર્પણ કરાશે. જ્યારે નજીક સંતોકબા વિલેજ ફાર્મ ખાતે સ્ટેજ કાર્યક્રમમાં સમારોહ યોજાશે.

સુરતના પ્રવેશદ્વારે 13 માળ અને 3 લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય ભવન શિક્ષણની સાથે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બનશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 1000 વિદ્યાર્થીઓની અધ્યતન સુવિધા સાથે 'જમનાબા વિદ્યાર્થી ભવન'નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને બૌદ્ધિક ચર્ચાઓ માટે ભવન પરિસરમાં ભવ્ય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે ઉદ્ઘાટન કરાશે.

naidunia_image

સાથે જ રાષ્ટ્રીય એકતાની અનુભૂતિ થાય તે માટે ભવનના પટાંગણમાં અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય અને દિવ્ય સ્ટ્રકચર સહિત 41 ફૂટ ઊંચી અને 9 ટન વજનની પ્રતિમાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીના હસ્તે અનાવરણ કરવામાં આવશે. આ ઉપરાંત 51 ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.

લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદી, સુરતના સાંસદ મુકેશ દલાલ, અમરેલીના સાંસદ ભરત સુતરીયા તથા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ સહિત ધારાસભ્યો, રાજસ્વી મહાનુભવો, સામાજિક, રાજકીય અને અગ્રણી ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહેશે.

જમનાબા વિદ્યાર્થી ભવનના મુખ્ય નામકરણ દાતાશ્રી હંસરાજભાઈ એ. ગોંડલીયા અને સરદાર સાહેબ પ્રતિમાના દાતાશ્રી વલ્લભભાઈ પી. સવાણી સહિતના તમામ વિરલ દાનવીરોના ભગીરથ અનુદાન અને સામાજિક પ્રતિબદ્ધતાના કારણે જ સુરતના પ્રવેશદ્વારે આ વૈશ્વિક સ્તરનું ભવ્ય ભવન સાકાર થઈ શક્યું છે. જેમાં જયંતિભાઈ બાબરીયા (એકલેરા), અન્નપુર્ણાધામના ચેરમેન રવજીભાઈ વસાણીના હસ્તે ભવનનું ઉદ્ઘાટન થશે.

અદ્યતન સુવિધાઓથી સજ્જ સુરતનું નવું શૈક્ષણિક ધામ: ‘જમનાબા વિદ્યાર્થી ભવન’

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સુરત-કામરેજ રોડ વાલક પાટીયા ચાર રસ્તા ખાતે નવનિર્મિત 13 માળનું આ ભવ્ય સંકુલ ગ્રામીણ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે ઓછી ફીમાં ઉચ્ચ સ્તરની સગવડો આપતું એક મોડેલ હોસ્ટેલ બન્યું છે. અહીં 1000 વિદ્યાર્થીઓ (ભાઈઓ) માટે રહેવા, જમવા તેમજ કપડાની લોન્ડ્રી-ઈસ્ત્રી સહિતની તમામ સુવિધાઓ માત્ર રૂ. 40,000ની વાર્ષિક ફીમાં ઉપલબ્ધ કરવામા આવશે.

આ ઉપરાંત, બહારથી આવતા મહેમાનો માટે 100 વ્યક્તિની ક્ષમતાનું અતિથિભવન, 300 બેઠકનું ભોજનાલય, 425 બેઠકનું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ, ૭0 બેઠકનો કોન્ફરન્સ રૂમ અને 35 બેઠકનો મીટિંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્ટેલના દરેક માળે સ્પેશિયલ એક્ટિવિટીઝ રૂમ તૈયાર કરાયા છે, જ્યારે આગામી સમયમાં 'પાટીદાર ગેલેરી' અને આધુનિક 'કેન્ટીન વ્યવસ્થા' પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

CA, CS, CMAના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ સાથે વિનામૂલ્યે રહેવા, જમવાની સુવિદ્યા અપાશે

આ સાથે ભવનના પરિસરમાં 31 ફૂટ ઊંચી પંચધાતુની સરદાર પટેલની પ્રતિમા અને 51 ફૂટની ઊંચાઈએ લહેરાતો રાષ્ટ્રધ્વજ સુરતની શાનમાં અભિવૃદ્ધિ કરશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસ માટે ભવનમાં 50 હજાર પુસ્તકોની ક્ષમતાવાળું પુસ્તકાલય, સવારે 6 થી રાત્રે 1 વાગ્યા સુધી ચાલતું વિશાળ વાચનાલય, ડિજિટલ લાઈબ્રેરી તેમજ એક નિઃશુલ્ક ઓપન લાઈબ્રેરીની વ્યવસ્થા છે.

આ સંકુલમાં હોસ્ટેલના ઇતિહાસમાં પ્રથમવાર આધુનિક AI રીસર્ચ લેબ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને સરકારી યોજનાઓનું ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ કરાયું છે. શારીરિક અને માનસિક ફિટનેસ માટે જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ બનાવવામાં આવ્યા છે. CA, CS, CMAના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ સાથે વિનામૂલ્યે રહેવા, જમવાની સુવિદ્યા આપવામાં આવશે.