Surat: સુરત શહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ના બે કોર્પોરેટર સામે રૂ. 10 લાખની લાંચ લાગવા મામલે ACBમાં ગુનો નોંધાયો છે, ત્યારે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે આમ આદમી પાર્ટીને ભ્રષ્ટાચારથી ખબબદતી હોવાનું ગણાવી છે.
આ અંગે ભાજપના કુમાર કાનાણીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ચૂકી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના ધારાસભ્યો તેમજ અન્ય મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે, તો કેટલાક જેલમાં છે. આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખબબદે છે. દુ:ખતો એ વાતનું છે કે, વરાછાની જનતાએ જેના પર ભરોસો મૂકીને મત આપ્યા હતા અને પોતે ઈમાનદાર પાર્ટી તરીકે મત માંગ્યા હતા, તે આજે ભ્રષ્ટાચારમાં ગાળાડૂબ છે.
મને આશ્ચર્ય એ વાતનું છે કે, પાર્કિંગની બાબતમાં 10-11 લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે. જો કે અમારી પાસે જે લોકોની ફરિયાદો આવે છે, તેમાં શાકભાજીની લારીઓ હોય તેની પાસેથી 50 રૂપિયા પણ છોડતા નથી. એવા માણસો રોજ નીકળી પડે છે અને સાંજે લારીના 50 રૂપિયા આપી જ દેવાના. આમ આપ વાળા મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
આથી જેના નેતાઓ જ ભ્રષ્ટાચારી હોય, તેના માણસો અને કોર્પોરેટરો તો ભ્રષ્ટાચારી હોય જ. જેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને હવે આખી જનતા તેમણે જાણી ચૂકી છે. બધા જાણે છે કે, હવે અમારી પાસે એક વર્ષ છે. એક વર્ષ બાદ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે અને ટિકિટ મળે તો પણ અમે જીતવાના નથી. લોકો અમને મત આપવાના નથી. આથી બેફાન બનીને બેધડક ડર રાખ્યા વિના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.
જણાવી દઈએ કે, સુરતમાં AAP કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડિયા અને વિપુલભાઈ સુહાગીયા સામે ACBમાં ગુનો નોંધાયો છે. જેમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યો હોવાનું જણાવી કોન્ટ્રાક્ટર રદ્દ કરવાની ધમકી આપી રૂ. 10 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ મામલે ACBએ ગુનો દાખલ કરીને કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ સુહાગીયા સામે એસીબીમાં ગુનો નોંધાયો છે. મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રકટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કરેલાનું જણાવી કોન્ટ્રાકટ રદ કરાવવાની ધમકી આપી ૧૦ લાખની લાંચની માંગણી કરવામાં આવતા આ મામલે એસીબીએ ગુનો નોંધી કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હવે સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એસીબીમાં ગુનો નોંધાતા બીજેપીના ધારાસભ્ય કુમાર કાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ કહ્યું કે આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ચુકી છે, આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખદબદે છે.
