Surat: અમદાવાદ ACBએ સુરતમાં છટકું ગોઠવીને ખાણ-ખનીજ વિભાગના મદદનીશ નિયામક વતી 2 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા તેમના મળતિયાને રંગેહાથ ઝપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એક વ્યક્તિએ મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહિ કરવા સારૂ ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં અધિકારી નરેશભાઈ જાની અને અન્ય એક વ્યક્તિ કપિલ પ્રજાપતિએ હેતુલક્ષી વાતચીત કરી 2 લાખની લાંચ માંગી હતી
જો કે આ મામલે એસીબીમાં ફરિયાદ થતા અમદાવાદ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને સુરતના યોગીચોક BRTS રોડ સીમાડા પાસેથી કપીલ પરસોત્તમભાઈ પ્રજાપતિને લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં કપિલ પ્રજાપતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જયારે ખાણ ખનીજ વિભાગ ફ્લાઈંગ સ્કોડના મદદનીશ નિયામક નરેશ જાની ત્યાં મળી આવ્યા ના હતા જેથી આ મામલે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
