Surat: દિવાળીમાં એસ.ટી નિગમ સુરતથી વધારાની 1600 બસો દોડાવશે, 16 થી 19 ઓક્ટોબર દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે

'એસ.ટી આપના દ્વારે' યોજના હેઠળ આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનાર મુસાફરોને તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે. અત્યાર સુધીમાં 220 જેટલી બસોનું ગ્રુપ બુકિંગ થઈ ગયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 15 Oct 2025 04:37 PM (IST)Updated: Wed, 15 Oct 2025 04:37 PM (IST)
surat-news-1600-extra-bus-due-to-diwali-festival-during-16-to-19-th-october
HIGHLIGHTS
  • ગત વર્ષે પણ સુરત એસ.ટી નિગમ દ્વારા 1359 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવાઈ હતી
  • સૌરાષ્ટ્ર તરફ જવા માટે સાંજે 4 થી 10 દરમિયાન મોટા વરાછાના રામચોકથી બસો ઉપડશે

Surat: દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ દ્વારા 1600થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. અત્યાર સુધીમાં 220 જેટલી બસનું ગ્રૂપ બુકિંગ થઈ ચુક્યું છે.

આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.16થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી 1600 એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે.

એકસ્ટ્રા બસોનું સંચાલન સાંજે 4.00 થી રાત્રે 10.00 કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે

ગત વર્ષે પણ દિવાળી ઉપર સુરત એસ.ટી.વિભાગ સુરત દ્વારા કુલ 1359 ટ્રીપોનું સંચાલન કરી 86,599 મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોચાડયા હતા અને નિગમે કુલ રૂ.2.57 કરોડ(બે કરોડ સત્તાવન લાખ) આવક મેળવી હતી. એકસ્ટ્રા બસોનું બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ પોર્ટ, ઉધના બસ સ્ટેશન, કામરેજ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકાશે.

naidunia_image

તા.16 થી તા.19 ઓક્ટોબર દરમિયાન સાંજે 04.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસો રામચોક, મોટા વરાછાથી તથા દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફની બસો સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત સિટી બસ સ્ટેશનથી અને રામનગર રાંદેર રોડ બસ સ્ટેશનથી ઉપડશે. ઉત્તર ગુજરાત તથા અમદાવાદ માટે સુરત સેન્ટ્રલ સ્ટેશનથી બસો ઉપડશે.

સુરત વિભાગીય નિયામક પી.વી.ગુર્જરે જણાવ્યું કે, દિવાળીના તહેવાર નિમિતે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે ભાવનગર, અમરેલી, ગારીયાધાર, મહુવા તેમજ સુરતથી દાહોદ અને ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસોનું રામચોક મોટા વરાછાથી ગાડી ઉપડશે તેમજ દાહોદ અને ઝાલોદ તરફની એક્સ્ટ્રા બસો સુરત સ્ટેશન મેઈન બસ સ્ટેશન પરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 1600 બસો પૈકી 220 બસો ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે, એસટી આપના દ્વારે તે થકી 220 જેટલી બસો અત્યાર સુધી બુકિંગ થઇ ગઈ છે. સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને તેમના વતનના સોસાયટી સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે.

આ ઉપરાંત ઓનલાઈન 175 જેટલી બસો ઓનલાઈન ઓપન કરી હતી. જેમાંથી 70 જેટલી ગાડીઓ ભરાઈ ગઈ છે. 100 ગાડીઓમાં થોડી ઘણી સીટો ખાલી છે, તે પણ ટૂંક સમયમાં ભરાઈ જશે. આ ઉપરાંત ઓનલાઈનમાં પણ અમે વધારાની એક્સ્ટ્રા બસો ઓપન કરીશું. આ સિવાય જો જરૂર પડશે તો વધારાની એક્સ્ટ્રા બસો પણ ઉમેરવામાં આવશે.