Rajkot: રાજકોટ શહેરમાં કોઠારીયા મેઇન રોડ કેદાર ગેઇટની અંદર જીવન દિપ વિદ્યાલયની બાજુમાં રહેતા કારખાનેદારનાં પત્નીએ ગઇકાલે તેમનાં પતિ અને ઓસ્ટ્રેલિયામાં રહેતા માતા તેમજ બહેન સાથે વીડિયો કોલમાં વાત કર્યા બાદ તેમનાં સાડા વર્ષનાં પુત્રને ઘરની બહાર રમવા મોકલી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે પટેલ પરીવારમાં શોક છવાઇ ગયો છે . તેમજ પરીણિતાને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. આપઘાતનાં કારણ અંગે હાલ પોલીસે તપાસ યથાવત રાખી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કેદારનાથ ગેઇટની અંદર 40 ફૂટનો રોડ જીવન દિપ વિદ્યાલયની બાજુમાં રહેતા કોમલબેન કીશનભાઇ ખૂંટ (પટેલ ) નામનાં 32 વર્ષનાં પરિણીતાએ ગઇકાલે પોતાનાં ઘરે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે બાદ તેમનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ ચોકીનાં સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા હેડ કોન્સટેબલ પ્રશાંતસિંહ ગોહીલ અને સ્ટાફે કાગળો કરી આપઘાતનુ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
આ પણ વાંચો
પોલીસની પ્રાથમિક તપાસમાં, મૃતક કોમલબેનનાં પતિને જોગમાયા એન્ટરપ્રાઇઝ નામનું CNC મશીનનું કારખાનુ છે અને તેમને સંતાનમાં સાડા ચાર વર્ષનો પુત્ર કિયાન છે. ગઇકાલે આપઘાત કરતા પૂર્વે તેમણે કારખાને ગયેલા તેમનાં પતિ કીશનભાઇને વીડિયો કોલ કરી વાત કરી હતી. જે બાદ માતા અને પુત્રએ જમી લીધા બાદ કોમલબેને ઓસ્ટ્રેલિયા ગયેલા તેમનાં માતા અને બહેનને વીડિયો કોલ કર્યો હતો અને ખબર અંતર પુછયા હતા. જે બાદ પુત્ર કિયાનને ઘરની બહાર રમવા મોકલ્યા બાદ કોમલબેને ગળેફાંસો ખાઇ લીધો હતો.
જ્યારે તેમનો પુત્ર બહારથી રમી ઘરમા આવ્યો, ત્યારે માતાને લટકતા જોઇ દેકારો કરી મૂકતા આજુબાજુનાં લોકો ત્યા દોડી ગયા હતા અને કોમલબેનનાં પતિને જાણ કર્યા બાદ તેઓએ ભકિતનગર પોલીસમાં જાણ કરી હતી. કોમલબેનનુ માવતર સુલ્તાનપુર ખાતે આવેલુ હોવાનુ જાણવા મળી રહયુ છે તેમજ આપઘાતનુ ચોકકસ કારણ જાણવા હાલ ભકિતનગર પોલીસે તપાસ ચાલુ રાખી છે.
વીડિયો કૉલમાં વાત કરતી વખતે દીવાલ ધરાશાયી થતાં મજૂરનું મોત
રાજકોટ-મોરબી રોડ પર આવેલ બજરંગ પાર્ક પાસે ઝૂંપડા રહેતો અને મૂળ મધ્ય પ્રદેશનો પ્રકાશ માનસીંગ મેડા (23) નવાગામ (આણંદપર) હતો, ત્યારે મકાનની દિવાલ માથે પડતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના જમાદાર ક્રિપાલસિંહ સહીતના સ્ટાફે તપાસ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રકાશ છેલ્લા બે દિવસથી મકાન પાડવાનુ કામ કરતા હર્ષદભાઈ સાથે કામ કરતો હતો. આ દરમ્યાન આજે કામ કરતી વેળાએ વીડિયો કોલમાં વાત કરતો હતો. ત્યારે જ દીવાલ અચાનક તેની માથે પડતા દબાઈ ગયાનુ બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
