સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન સ્ટ્રોક ICU શરૂ, એક છત નીચે જ તમામ ન્યૂરો કેર સુવિધા ઉપલબ્ધ

દર્દીઓ માટે અનુભવી ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોસર્જનની સ્પેશિયાલિસ્ટ ટીમ રાઉન્ડ-ધ-ક્લોક ઉપલબ્ધ રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 27 Nov 2026 12:03 AM (IST)Updated: Fri, 27 Nov 2026 12:03 AM (IST)
surat-new-civil-hospital-brain-stroke-icu-inauguration-features-and-facilities-details

Surat New Civil Hospital: બ્રેઈન સ્ટ્રોક, ખેંચ/વાય, માનસિક ચિંતા, શ્વાસની તકલીફ જેવી ગંભીર બીમારીમાં દર્દીને તાત્કાલિક અને સચોટ સારવાર મળી રહે તે હેતુથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે 12 બેડ સાથે અત્યાધુનિક નવી બ્રેઈન સ્ટ્રોક ICU (Brain Stroke ICU) સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા શરૂ થવાથી સુરત અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને હવે કટોકટીના સમયે વધુ ઝડપી અને નિષ્ણાત સારવાર ઉપલબ્ધ બનશે.

બ્રેઈન સ્ટ્રોક, ખેંચ/વાય જેવી તકલીફની સારવારમાં દરેક મિનિટ ખૂબ જ કિંમતી હોય છે, જેને તબીબી ભાષામાં ‘ગોલ્ડન અવર’ (Golden Hour) કહેવામાં આવે છે. જો સ્ટ્રોક આવ્યાના પ્રથમ 4-5 કલાકમાં દર્દીને યોગ્ય સારવાર મળી જાય, તો કાયમી ખોડ ખાંપણ કે જીવનું જોખમ ટાળી શકાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવા બ્રેઈન સ્ટ્રોક યુનિટની રચના કરવામાં આવી છે.

naidunia_image

બ્રેઈન સ્ટ્રોક ICU સુવિધાની મુખ્ય વિશેષતા

  • 12 બેડથી સજ્જ: બ્રેઈન સ્ટ્રોક, ખેંચ/વાય જેવી તકલીફોની તાત્કાલીક સારવાર માટે 6-6 બેડના પુરુષ અને સ્ત્રીઓના વોર્ડમાં અલગ-અલગ આઈ.સી.યુ. સુવિધા ઉપલબ્ધ રહેશે.
  • 24x7 નિષ્ણાત ડૉક્ટરોની ટીમ: અનુભવી ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોસર્જનની સ્પેશિયાલિસ્ટ ટીમ રાઉન્ડ-ધ-ક્લોક ઉપલબ્ધ રહેશે.
  • EEG અને EMG-NCV સુવિધા: ખેંચ/વાય માટે EEG સુવિધા અને હાથ-પગની નસોની નબળાઈ માટે EMG-NCV સુવિધા ઉપલબ્ધ રહેશે.
  • ખેંચ, માનસિક ચિંતા, શ્વાસની તકલીફ માટે (Polysomnography & Sleep study) ઉંઘનો સંપૂર્ણરિપોર્ટ માટેની સુવિધા ઉપલબ્ધ રહેશે.
  • અદ્યતન નિદાન અને સારવાર: થ્રોમ્બોલાયસિસ (Thrombolysis) એટલે કે લોહીની ગાંઠ ઓગાળવાની સારવાર જેવી આધુનિક સારવાર માટેની તમામ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ છે.
  • હાઈ-ટેક મોનિટરિંગ સિસ્ટમ: દર્દીના મગજના દબાણ, ઓક્સિજન લેવલ અને અન્ય મહત્વપૂર્ણ પરિબળો પર સતત નજર રાખવા માટે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેટર સિસ્ટમ.

naidunia_image

સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ ન્યુરોસર્જરી વિભાગના ડો. મેહુલ મોદી, ન્યુરોલોજી વિભાગના ડો. હરેશ પારેખ, ERMO ડો. ભરત પટેલ, કિડની બિલ્ડિંગના નોડલ ઓફિસર ડો. ભરત ચાવડા અને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ભાવીની પટેલ તેમજ ન્યુરોસર્જરી અને ન્યુરોલોજી વિભાગમાં કાર્યરત રેસીડેન્ટ ડોકટરોના સહયોગથી ડેડિકેટેડ સ્ટ્રોક યુનિટ/ICU આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત ટીમના સમન્વય સાથે શહેરના લોકોને વિશ્વસ્તરીય ન્યુરો-ક્રિટિકલ કેર પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.