સુરત મનપા કચેરીમાં વિજિલન્સ ટીમનું આકસ્મિક ચેકિંગ, મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો

જો કે કર્મચારી લેટ આવે તો પહેલા તેમને મેમો આપવામાં આવે છે. બીજી વખતે તેમન CL મૂકાવવામાં આવે છે. જેથી અમે રજા તરીકે ગણીએ છીએ અને ત્રીજી વખત આજ બાબત રિપીટ થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરીએ છીએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 22 Sep 2026 05:38 PM (IST)Updated: Tue, 22 Sep 2026 05:38 PM (IST)
surat-municipal-corporation-vigilance-raid-strict-action-against-latecoming-employees
HIGHLIGHTS
  • અગાઉ મોડા આવતા બે સફાઈ કર્મચારીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા

Surat SMC Late Employees: સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે મોડા આવતા કર્મચારીઓને લઈને વિજીલન્સની ટીમ દ્વારા આજે આકસ્મિક ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને કચેરીએ મોડા પહોચતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ડેપ્યુટી કમિશનર નિધી સિવાચે જણાવ્યું કે, આ અમારી એક રૂટિન પ્રોસિજર છે. દર વખતે અમે ઝોનની અને જુદા-જુદા વિભાગોની જેટલી પણ કચેરીઓ છે, તેમાં દફતર તપાસની અને કર્મચારીઓની તપાસણી પણ કરીએ છીએ. આ એક રૂટીન ડ્રાઈવ હતી કે, કોણ કેટલા વાગ્યે આવે છે પાલિકામાં બાયોમેટ્રિક પંચિંગ પણ છે અને સાથે સાથે ક્રોસ વેરીફીકેશન માટે ડ્રાઈવ રાખવામાં આવે છે.


અમે બાયોમેટ્રિક સાથે ક્રોસ વેરીફાય કરીને આગળની કાર્યવાહી કરીએ છીએ તેમ આ વખતે પણ કરવામાં આવશે. જો કે કર્મચારી લેટ આવે તો પહેલા તેમને મેમો આપવામાં આવે છે. બીજી વખતે તેમન CL મૂકાવવામાં આવે છે. જેથી અમે રજા તરીકે ગણીએ છીએ અને ત્રીજી વખત આજ બાબત રિપીટ થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરીએ છીએ.

ગયા વખતે અમે બે સફાઈ કર્મચારીઓને 6 મહિના માટે સસ્પેન્ડ પણ કર્યા હતા. હવે આમાં થોડો સુધારો પણ જોવા મળી રહ્યો છે અને દરરોજ મોનીટરીંગ થાય છે, જ્યાં પણ હાજરી ઓછી મળતી હોય ત્યાં વધારે તકેદારી રાખીએ છીએ

વધુમાં તેમણે જણાવ્યું કે, નાનાથી લઈને મોટા અધિકારીઓ સામે આ નિયમ લાગુ પડે છે. જેમની ફિલ્ડ વિઝીટ હોય દાખલા તરીકે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સાઈટ પર જવાનું હોય તો એ કઈ સાઈટ પર હાજર છે, તેમની ગુગલ લોકેશન સાથે ટાઈમ-સ્ટેમ્પિંગ સાથે ફોટો મોકલી હાજરી બતાવે છે.