Surat: દશેરાના પગલે મનપા એક્શનમાં, આજે 8 એકમોમાં સરપ્રાઈઝ ચેકિંગ; ફાફડા-જલેબી અને તળેલા તેલના 15 નમૂના લીધા

દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મનપાનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. આજે 8 સંસ્થાઓમાંથી ફાફડા-જલેબી અને તળેલા તેલના 15 નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 19 Oct 2026 10:21 PM (IST)Updated: Mon, 19 Oct 2026 10:21 PM (IST)
surat-health-dept-actions-before-dussehra-15-fafda-jalebi-oil-samples-collected

Surat Health Department Fafda Jalebi Inspection: દશેરાના તહેવારને લઈને સુરતમાં મનપાનું આરોગ્ય વિભાગ એકશનમાં મોડમાં છે. છેલ્લા બે દિવસથી ફાફડા જલેબીના નમૂના લેવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા 8 સંસ્થાઓમાંથી કુલ 15 નમૂના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલ્યા છે

દશેરાના દિવસે સુરતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી લોકો આરોગી જશે, ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા છેલ્લા બે દિવસથી ફાફડા જલેબીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આજે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા 8 સંસ્થાઓમાં તપાસ કરીને ફાફડા જલેબી અને તળેલા તેલના કુલ 15 નમૂના લઈને પુથ્થકરણ માટે સુરત મહાનગર પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના નીતિ નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

વધુમાં ગત 16 થી 18 ઓક્ટોબર 2026 સુધીમાં કુલ 19 સંસ્થાઓમાંથી ફાફડા,જલેબી, ચટણીના કુલ 35 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના નીતિ નિયમો અનુસાર ફૂડ એનાલિસ્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા દ્વારા પુથ્થકરણ કરીને તાત્કાલિક પરિણામ આપવામાં આવ્યા હતા જે ધારા ધોરણ મુજબના હોવાનું સામે આવ્યું છે.