સુરત નકલી પાસપોર્ટ કૌભાંડઃ માત્ર રૂ. 5 હજારમાં અફઘાની નાગરિક ભારતીય બન્યો, નકલી જન્મનો દાખલો બનાવી આપનારની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક અફઘાની નાગરિકને 5 હજાર રૂપિયામાં બોગસ જન્મના દાખલાના આધારે ભારતીય પાસપોર્ટ બનાવી આપવામાં મદદ કરનાર આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Oct 2026 08:33 PM (IST)Updated: Wed, 14 Oct 2026 08:33 PM (IST)
surat-fake-passport-scam-afghan-citizen-made-indian-for-rs-5000-accused-sajuddin-arrested

Surat Fake Passport Scam: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં અફઘાની નાગરિકને બોગસ જન્મનો દાખલો બનાવી આપીને ગેરકાયદેસર પાસપોર્ટ કઢાવવામાં મદદ કરનારા વોન્ટેડ ઈસમની મુંબઈથી ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજથી એક વર્ષ પહેલા 25 નવેમ્બર, 2025ના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોગસ દસ્તાવેજો બનાવીને શહેરમાં રહેતા મૂળ અફઘાની નાગરિક મોહમ્મદ આમીર જાવેદખાનને ઝડપી પાડ્યો હતો.

પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનના કારણે તે ભારતમાં કાયમ માટે સ્થાયી થવા માંગતો હતો. આ માટે બોગસ ભારતીય દસ્તાવેજો કઢાવવા તેમણે મહારાષ્ટ્રના જાલનામાં રહેતા આગજાન નામના ઈસમનો સંપર્ક સાધ્યો હતો.

આગઝાને 5 હજાર રૂપિયામાં પોતાનો જન્મ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો હોવાનું દર્શાવતો બોગસ જન્મનો દાખલો કઢાવી આપ્યો હતો. જેના આધારે પોતે ભારતીય પાસપોર્ટ સહિત અન્ય ઈન્ડિય ડોક્યુમેન્ટ બનાવડાવ્યા હતા.

આ ગુનામાં પોલીસે આગજાન નામના ઈસમનો વોન્ટેડ જાહેર કર્યો હતો. લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલ સાજુદીદ ઉર્ફે અગાજાન સૈયદ (36)એ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવી હાજર થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.