સુરત ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં તેજીનો માહોલઃ આ વર્ષે હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન ટૂંકું રહેશે, યુનિયનની રત્નકલાકારોને લાભ આપવાની માંગ

સુરત હીરા ઉદ્યોગમાં ચાર વર્ષની મંદી બાદ તેજીનો માહોલ છે, જેના કારણે આ વર્ષે દિવાળી વેકેશન ટૂંકું રહેશે. ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોને પણ આ તેજીનો લાભ આપવા અને 20% પગાર વધારાની માંગ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Oct 2026 11:12 PM (IST)Updated: Fri, 09 Oct 2026 11:12 PM (IST)
surat-diamond-industry-short-diwali-vacation-expected-this-year-as-workers-union-demands-boom-benefits

Surat Diamond Industry Diwali Vacation: છેલ્લા 4 વર્ષથી મંદીનો માહોલનો સામનો કરી રહેલા ડાયમંડ ઉઘોગમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉદ્યોગમાં મોટા ઓર્ડરો ખુલતા ફરી એકવાર તેજીનો માહોલ છવાયો છે. જેને પગલે આ વર્ષે દિવાળી વેકેશન ટૂંકું રહેવાની શક્યતા છે. આ હકારાત્મક માહોલ વચ્ચે ડાયમંડ વર્કર યુનિયને માગ કરી છે કે, તેજીનો લાભ રત્નકલાકારોને પણ મળવો જોઈએ,

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલ છે અને 3 થી 4 વર્ષથી જે વેકેશન પડતા હતા. જો કે આ વર્ષે 10 થી 15 દિવસનું ટૂંકું વેકેશન પડવાનું છે. જેનું મુખ્ય કારણ છે કે, હાલના સમયમાં ઓર્ડરો ખુબ મળ્યા છે, કારીગરો પાસે સમય પણ ભરાવામાં આવે છે, કારખાના વહેલી સવારે ચાલુ કરીને મોડી રાત સુધી ચાલે છે. એવામાં મોટા ઓર્ડર મળવાના કારણે લેબગ્રોન અને રીયલ ડાયમંડની અંદર તેજીનો માહોલ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, જયારે મંદીનો માહોલ આવે છે ત્યારે રત્નકલાકારોના પગાર ઘટાડી દેવામાં આવ્યા હતા. આ તેજી છે, ત્રણથી ચાર વર્ષની મોટી તેજી ઇન્ડસ્ટ્રીઝમાં આવી છે, ત્યારે 20 ટકા જે ભાવ તોડ્યો હતો તે ભાવ વધારો થવો જોઈએ. અમારી એટલી જ માંગણી છે કે, તેજીનો લાભ રત્નકલાકારોને પણ મળવો જોઈએ,

નવા યુવાનો ઇન્ડસ્ટ્રીઝની અંદર આવતા નથી. આથી તેઓ કંઈ રીતે આવે તેવા પ્રયાસો પણ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ કરવા જોઈએ અને ત્રણ થી ચાર વર્ષથી ઇન્ડસ્ટ્રીઝમાં 25 દિવસ કે મહિનો વેકેશન પડ્યા હતા. આ વર્ષે 10 થી 15 દિવસનું વેકેશન છે. આ ટૂકા વેકેશનનું કારણ એ છે કે, મોટા ઓર્ડરો મળવાના કારણે માર્કેટોની અંદર ખુબ સારો એવો માહોલ છે.