Navratri 2026: અમદાવાદમાં ખેલૈયાઓ પર છવાયો ટેટૂનો ક્રેઝ, ટ્રેડિશનલથી માંડીને દેશભક્તિની થીમ બન્યા સ્ટાઈલ સ્ટેટમેન્ટ; જુઓ VIDEO

નવરાત્રી પર્વને લઈને અમદાવાદમાં ટેટૂનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં ટ્રેડિશનલની સાથે-સાથે દેશભક્તિ અને ભવિષ્ટની ઘટનાઓ સાથે સંકળાયેલી થીમ સામેલ છે. ટેટૂ સ્ટુડિયોમાં બુકિંગ બમણું થઈ ગયું છે. ટેટૂ સ્ટુડિયોમાં ગ્રાહકોમાં મોટી સંખ્યા યુવતીઓની જોવા મળી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Oct 2026 10:48 PM (IST)Updated: Fri, 09 Oct 2026 10:48 PM (IST)
navratri-2026-tattoo-trends-ahmedabad-youth-and-girls-drive-massive-rush-at-studios

Navratri Tattoo Trend Ahmedabad: નવરાત્રીના પર્વને લઈને દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ખાસ કરીને ગુજરાતમાં ગરબે ઘુમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રી ટાણે ટેટૂનો ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે. જો કે ખાસ વાત એ છે કે, આ વખતે ટેટૂમાં માત્ર અવનવી ડિઝાઈન નહીં, પરંતુ દેશ સાથે સંકળાયેલી ઘટનાઓ, જાણીતા ચહેરાઓ અને ભવિષ્યના આયોજનોની આછેરી ઝલક સ્પષ્ટ જોવા મળી રહી છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતી પોતાની પીઠ ઉપર ફ્લાય દુબઈના જાંબાજ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના ચહેરાનું ટેટૂ બનાવડાવી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2030 જેવી થીમ પણ ચર્ચામાં છે.

રાજકોટમાં પ્રથમ વખત 'આહીર ગરબા મહોત્સવ'નું ભવ્ય આયોજન, નવ દિવસ આહીર સમાજની પરંપરાગત સંસ્કૃતિની ઝલક જોવા મળશે

અમદાવાદ જેવા શહેરોમાં તો એવી સ્થિતિ છે કે, ટેટુ સ્ટુડિયોમાં બુકિંગ ડબલ થઈ ગયા છે. એમાં પણ બૉડી પર ટેટુ દોરાવવા આવી રહેલા ગ્રાહકોમાં સૌથી મોટી સંખ્યા યુવતીઓની છે. ખૈલૈયાઓમાં પરંપરાગત ચણિયાચોળી અને ટ્રેડિશનલ આઉટફિટ સાથે મેચિંગ ટેટુ તેમનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની રહ્યા છે.

 

 

જણાવી દઈએ કે, ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ટેટૂ બનાવવાનું ચલણ આજકાલનું નથી. અગાઉ 2013માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમના ચહેરા અને ભાજપના ચૂંટણી ચિહ્ન કમલના નિશાનના ટેટુ પણ લોકો ખૂબ પડાવતા હતા. આ સિવાય 2019માં આર્ટિકલ 370 અને ઈસરોની સિદ્ધિ દર્શાવતી થીમ પર આધારિત ટેટૂએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ.

જો આ વર્ષના ટેટૂની વાત કરીએ તો, કેપ્ટન સ્મિત મચ્છરની તસવીરનું ટેટૂ ખૂબ જ ટ્રેન્ડમાં છે, કારણ કે તે ગુજરાતનો સપૂત હોવાની સાથે-સાથે કોઈ ફિલ્મ સ્ટાર કે ક્રિકેટની તસવીર કરતા એકદમ અલગ છે. આવી જ રીતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની થીમ પણ પ્રચલિત થઈ છે.