Ahir Garba Mahotsav Rajkot: રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રિ દરમિયાન આહીર સેના દ્વારા પ્રથમવાર ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આહીર સમાજના લોકો માટે નવરાત્રિના પર્વને પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે ઉજવવાના હેતુથી સતત નવ દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનને લઈને સમાજમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને સાતમાં નોરતે આહીર સમાજના પરંપરાગત પોશાકમાં ગરબા રમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આહીર સેના દ્વારા આયોજિત આ ગરબામાં સમાજની પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
ગરબા મહોત્સવ દરમિયાન માતાજીની આરાધના સાથે પરંપરાગત ગરબાની રમઝટ જોવા મળશે. આયોજનને સફળ બનાવવા માટે આહીર સેના દ્વારા છેલ્લા કેટલાક સમયથી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
આ આયોજનમાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ફી પાસ રજીસ્ટ્રેશનનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ માટે વોર્ડ દીઠ અલગ-અલગ ટીમોને જવાબદારી સોંપવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની હોવાથી આયોજન સ્થળે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. આ નવરાત્રિના મહોત્સવમાં આહીર સમાજની પરંપરાગત સંસ્કૃતિની ઝલક જોવા મળશે.
આયોજકો દ્વારા જણાવ્યા મુજબ, આ આયોજન માત્ર ગરબા પૂરતું સીમિત નથી પરંતુ સમાજની નવી પેઢીને પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો પણ પ્રયાસ છે. ગરબા મહોત્સવ દરમિયાન ધાર્મિક વાતાવરણ સાથે સામાજિક એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
નવરાત્રિના પર્વ દરમિયાન આહીર સમાજ મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા આવાતા હોય તે ધ્યાનમાં રાખીને પાર્કિંગ, પ્રવેશ, પાસ ચકાસણી અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ અંગે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. રોજના પાંચ થી છ હજાર લોકો રમી શકે તે રીતની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગરબા સ્થળે કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને સૌ કોઈ શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિની ઉજવણી કરી શકે તે માટે આયોજકો દ્વારા વ્યવસ્થાપન ટીમ તૈયાર કરવામાં આવી છે. આહિર સેના રાજકોટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં સમાજના વડીલોના આશીર્વાદ અને દાતાઓનો બોહળો પ્રતિસાદ મળ્યો છે.
સાતમા નોરતા ખાસ આકર્ષણ: આહીર સમાજ પરંપરાગત પોશાકમાં ઝળહળશે મેદાન
આ ગરબા મહોત્સવનું સૌથી મોટું અને વિશેષ આકર્ષણ જો કોઈ હોય, તો તે નોરતાના સાતમા દિવસનું આયોજન છે. આયોજકોના જણાવ્યા મુજબ, સાતમના દિવસે સમાજના તમામ ભાઈઓ અને બહેનો આહીર સમાજના અસલ પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહેશે.આ પરંપરાગત વસ્ત્રભૂષણો સાથે જ્યારે ખેલૈયાઓ ગરબે રમશે, ત્યારે સમગ્ર ગરબા સ્થળે આહીર સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને લોકજીવનની અદ્ભુત ઝલક જોવા મળશે. આ વિશેષ વ્યવસ્થા પાછળનો મુખ્ય હેતુ આજની નવી પેઢીને પોતાની જૂની પરંપરાઓ, પહેરવેશ અને સંસ્કૃતિ સાથે જોડવાનો અને તેનો ગર્વ અનુભવવાનો છે.
સુરક્ષા, પાર્કિંગ અને વ્યવસ્થાપનની સજ્જતા
નવરાત્રિના નવેય દિવસો દરમિયાન પાટીદાર ચોક પાસેના આ ગરબા સ્થળે હજારોની સંખ્યામાં લોકો અને ખેલૈયાઓ ઉમટી પડે તેવી પ્રબળ સંભાવના છે. આ મોટી જનમેદનીને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગરબા સ્થળે આગમન અને પ્રસ્થાન માટે યોગ્ય વ્યવસ્થા, વાહનોના પાર્કિંગ માટે વિશાળ જગ્યા, પાસ ચકાસણી માટેના કાઉન્ટર્સ તેમજ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ ગરબા મહોત્સવમાં મહારાસ ફ્રેમ અર્જુન આહીર, ભૂમિકાબેન આહીર અને અને એન્કર તરીકે શ્રદ્ધા આહીર સહિતના નામાંકિત કલાકારો, ક્રિષ્ના સાઉન્ડના સથવારે રમઝટ ઝામશે. આ ગરબા મહોત્સવ આહીર સેના રાજકોટની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારણ કરવામાં આવશે
આ આયોજન આહીર સેના રાજકોટ જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ લોખીલ અને રાજકોટ શહેર પ્રમુખ સુરજ ડેરની આગેવાનીમાં આહીર સેના રાજકોટની દ્રારા સમાાજના લોકો શાંતિપૂર્ણ તથા આનંદના માહોલમાં પોતાના પરિવાર સાથે નવરાત્રિના પર્વનો આનંદ માણી શકે, તે માટે એક ભાવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
