સુરતમાં RTO ઈ-ચલણની APK ફાઈલથી રૂ. 24.40 લાખની ઠગાઈ, સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળથી આરોપીની ધરપકડ

સુરતમાં RTO ઈ-ચલણની APK ફાઈલ મોકલીને મોબાઈલ બેક કરીને રૂ. 24.40 લાખ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલે પશ્ચિમ બંગાળથી એક આરોપીની ધરપકડ કરી છે. જેણે કમિશન પર બોગસ બેંક ખાતું પુરું પાડ્યું હતુ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Oct 2026 05:19 PM (IST)Updated: Wed, 14 Oct 2026 05:19 PM (IST)
surat-cyber-crime-man-arrested-from-west-bengal-for-rs-2450-lakh-fraud-via-fake-rto-e-challan-apk

Surat: RTO ઈ-ચલણની APK ફાઈલ મોકલી મોબાઈલ ફોન હેક કરીને બેંક એકાઉન્ટમાંથી 24.40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરવાના ગુનામાં સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે પશ્વિમ બંગાળથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ સાયબર માફિયાઓને 50 હજાર કમિશન લઈને આપ્યું હતું

સુરતમાં એક ફરિયાદીને ડિજિટલ RTO ઈ ચલણની APK ફાઈલ મોકલી ડાઉનલોડ કરાવીને મોબાઈલ ફોન હેક કરી લેવામાં આવ્યો હતો. જે બાદ જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ત્રણ બેંક એકાઉન્ટમાં 24.40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે પશ્વિમ બંગાળથી આરોપી આરીફૂલ ઇસ્લામ રફીકુલ ઇસ્લામ સૈયદ શાહ (54)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જાણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીએ પોતાના નામની ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી તે ચેરીટેબલ ટ્રસ્ટના નામે ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકમાં કરન્ટ બેંક એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું. આ કરન્ટ બેંક એકાઉન્ટ 50 હજાર કમિશન લઈને ફરાર આરોપીને સાયબર ફ્રોડના રૂપિયાની ગેરકાયદેસર હેરાફેરી કરવા માટે આપ્યું હતું

આ ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકના કરન્ટ એકાઉન્ટમાં 29-11-2025થી 03-05-2026 સુધીમાં કુલ 12,42,117 રૂપિયાના ટ્રાન્જેકશનો થયા હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ ગુનામાં પોલીસે અગાઉ મધ્ય પ્રદેશના વતની રિતિક બાલી (26) અને ટીન્કુભાઈ ભગવતીલાલ પરમાર (44) ને ઝડપી પાડ્યા હતા.