Surat: ગોડાદરામાં બે ભાઈઓનું સગીરા પર દુષ્કર્મ, પ્રેમીએ બળજબરીથી શરીર સબંધ બાંધ્યા બાદ તેના ભાઈએ ધમકી આપી શોષણ કર્યું

ઉધનામાં ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવેલા યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ઘરે જઈને મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો. જે બાદ ઝઘડો કરીને યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 08 Sep 2026 07:59 PM (IST)Updated: Tue, 08 Sep 2026 07:59 PM (IST)
surat-crime-news-minor-girl-sexually-assaulted-by-lover-and-his-brother-in-godadra
HIGHLIGHTS
  • હિન્દુ સંગઠનોની મદદથી બન્ને આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ

Surat Crime News: શહેરના ઉધના અને ગોડાદરા વિસ્તારમાં દુષ્કર્મની બે અલગ-અલગ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં ઉધનામાં સોશિયલ મીડિયા ફ્રેન્ડે યુવતી પર દુષ્કર્મ આચર્યું છે, જ્યારે ગોડાદરામાં બે સગાભાઈઓએ સગીરાને હવસનો શિકાર બનાવી છે.

શરીર સબંધ બાંધી ઝઘડો કરી યુવતીને મારી નાંખવાની ધમકી આપી

ઉધના પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, અબુ ખાન નામના ઈસમે આજથી ત્રણેક મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ યુવતીનો વિશ્વાસ કેળવીને તેના ફોટો અને વીડિયો લઈ લીધા હતા.

બે મહિના પૂર્વે આરોપી યુવતાના ઘરે આવ્યો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી શરીરસબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતી સાથે ઝઘડો કરીને તેને જાનથી મારી નાંખવાની ધકી આપી હતી. આ સમગ્ર મામલે યુવતીની ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રેમીના ભાઈએ પણ ધમકી આપી 10થી વધુ વખત શરીર સબંધ બાંધ્યા

બીજો બનાવ ગોડાદરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં અહીં રહેતી સગીરા ડિસેમ્બર 2025માં સાડી લેવા ગઈ હતી, જ્યાં આમિશ અલી નામના યુવકના સંપર્કમાં આવી હતી. આમિશે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને શરીર સબંધ બાંધ્યો હતો. આ બાબતની જાણ પ્રેમી આમિશના ભાઈ સાદીર અલીને થઈ ગઈ હતી.

જે બાદ સાદીર અલીએ સગીરાને ધમકી આપીને 10થી વધુ વખત શરીર સબંધ બાંધ્યો હતો. આ બાબતે જ્યારે સગીરાની માતાએ સાદીર અલીને કરતા આરોપીએ તેમને પણ ધમકી આપી હતી કે, આ વાતની કોઈને જાણ કરીશ, તો જાનથી મારી નાંખીશુ. આમ સગીરાની એકલતાનો લાભ લઈને બન્ને ભાઈઓએ સગીરાનું સતત શોષણ કરતા હતા.

બન્ને ભાઈઓનો જુલમ અસહ્ય બનતા સગીરાએ ગોડદરા વિસ્તારમાં રહેતા સ્થાનિક હિન્દુ સંગઠનના કાર્યકરનો સંપર્ક સાધ્યો હતો. જેમણે હિંમત આપતા સગીરાએ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.