Surat: સુરત શહેરના નામાંકિત બિલ્ડર તુષારભાઈ ઘેલાણીએ પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તુષારભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને આજરોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા છે.
તુષારભાઈની દીકરીના આગામી 5 તારીખે લગ્ન હતા. દીકરીના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હોવા છતાં આ અત્યંત કપરા સમયે પરિવારે એક મોટું અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. જેમાં પરિવારે તુષારભાઈના અંગોનું દાન કરવાની જાહેરાત કરી છે.
સુરત શહેરના નામાંકિત બિલ્ડર તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરીના રોજ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તુષારભાઈને સારવાર અર્થે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
આજે તબીબોને ટીમે તુષારભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા છે. આગામી 5 તારીખે તુષારભાઈની દીકરીના લગ્ન હતા, ઘરમાં મહેમાનોની હાજરી અને લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. જોકે, લગ્નના ચાર દિવસ પહેલાં જ રવિવારે જ લગ્નની કંકોતરી લેખનનો પ્રસંગ હતો, પરંતુ તે પૂર્વે જ શનિવારે રાત્રે તુષારભાઈએ આ પગલું ભરી લીધું હતું.
તુષારભાઈને બ્રેઈન ડેડ જાહેર કરાતા જ પરિવાર અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. દીકરીના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હોવા છતાં આ અત્યંત કપરા સમયે પરિવારે એક મોટું અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. પરિવારે તુષારભાઈના અંગોનું દાન કરવાની જાહેરાત કરી છે. આ અંગદાન દ્વારા અનેક જરુરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે, જે તુષારભાઈની વિદાયને સાર્થક બનાવશે.
