Surat: સ્ટેટ મોનિટરિંગ સેલનો ડીંડોલીમાં દરોડો, રૂ. 31.60 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 પેડલર ઝડપાયા

બારડોલી નેશનલ હાઈવે પર LCBની ટીમે આઈસર ટેમ્પામાં ગુપ્ત ચોરખાનું બનાવીને છૂપાવેલ દારૂના જથ્થા સાથે ડ્રાઈવરને ઝડપી પાડ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Feb 2026 10:14 PM (IST)Updated: Wed, 04 Feb 2026 10:15 PM (IST)
surat-smc-busts-md-drugs-racket-in-dindoli-narcotics-worth-%e2%82%b941-17-lakh-seized-3-arrested
HIGHLIGHTS
  • ડ્રગ્સ, બે વાહનો સહિત કૂલ 41.17 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ડ્રગ્સ સપ્લાયર વૉન્ટેડ

Surat: સ્ટેટ મોનીટરીંગ સેલની (SMC)ની ટીમે સુરતના ડીંડોલી વિસ્તારમાં દરોડો પાડીને એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 31.60 લાખના એમડી ડ્રગ્સ, બે વાહનો અને રોકડા રૂપિયા સહીત કુલ 41.17 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જયારે 3 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ફ્લાવર ગાર્ડન સ્થિત રીઝન્ટ પ્લાઝાના એક ફ્લેટમાં રેડ કરી હતી જ્યાંથી ઓમ પ્રકાશ રુપારામ જાટ, મહેન્દ્ર સોહનલાલ જોષી અને ચીલસિંગ હાથીસિંગ પુરોહિતને ઝડપી પાડ્યા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 31,60,950 રૂપિયાની કિમંતનું 1053.65 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 8 લાખની કિમતના બે વાહનો, 95 હજારની કિમંતના 4 મોબાઈલ અને 61,100 રોકડા રૂપિયા મળી કુલ 41,17,050 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં અમિત કાબા તેમજ ડ્રગ્સના મેઈન સપ્લાયર રાજેશ પાટીદાર અને કનવર પાલ સિંગને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આઈસર ટેમ્પામાં ગુપ્ત ચોરખાનું બનાવીને છૂપાવેલ દારૂનો જથ્થો જપ્ત
સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો ચાલક ધુલિયા તરફથી ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વ્યારા થઇ સુરત તરફ આવનાર છે. બાતમીના આધારે પોલીસે બારડોલી તરફ જતા ને.હા.નં. 53 નવી કીકવાડ બસ સ્ટેશન સામે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી અને ટેમ્પો આવતા ટેમ્પોને રેકીને તપાસ કરી હતી

પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તે ખાલી હાલતમાં મળી આવ્યો હતો પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ટેમ્પોની કેબીનની પાછળ મોટું ગુપ્ત ચોરખાનું બનાવીને તેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે 16.38 લાખની કિમંતનો વિદેશી દારૂનો જથ્થો, 10 લાખની કિંમતનો આઈસર ટેમ્પો તેમજ ટેમ્પો ચાલકના કબ્જામાંથી મળી આવેલા બે મોબાઈલ ફોન સહીત 26.58 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ ઘટનામાં પોલીસે આઈસર ટેમ્પોના ચાલક પ્રકાશભાઈ મગારામ જાખડ [ઉ.૩૫] ને ઝડપી પાડ્યો હતો જયારે તેની પૂછપરછ કરતા હરિયાણા રાજ્યમાં રોહતક ખાતેથી અનીલ પાંડે ઉર્ફે પાયલટએ ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે અનીલ પાંડેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.