Surat News: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરતા પ્રવાસીઓ માટે નવા વિન્ટર શિડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. 25 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી અમલમાં રહેનારા આ શિડ્યૂલમાં બે આંતરરાષ્ટ્રીય અને 17 ડોમેસ્ટિક ડાયરેક્ટ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થાથી સુરતથી દેશનાં વિવિધ શહેરો ઉપરાંત દુબઈ અને શારજાહ માટે પણ સીધી હવાઈ કનેક્ટિવિટી ઉપલબ્ધ રહેશે.
આગામી સમયમાં દિવાળી દિવાળી સહિતના તહેવારો અને રજાનો માહોલ આવી રહ્યો છે ત્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 25 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધીનું નવું વિન્ટર શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ શિડયૂલ મુજબ 2 ઇન્ટરનેશનલ અને 17 ડોમેસ્ટિક ડાયરેક્ટ ફ્લાઇટ્સનું સંચાલન થશે.
આંતરરાષ્ટ્રીય સેવાઓમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દુબઈ માટે દરરોજ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. આ ફ્લાઇટ સુરતથી સવારે 7.10 વાગ્યે ઉપડશે, જ્યારે દુબઈથી સુરત આવતી ફ્લાઇટ બપોરે 2.05 વાગ્યે પહોંચશે. શારજાહ માટેની ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ, એટલે કે બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉપલબ્ધ રહેશે. સુરતથી આ ફ્લાઇટ બપોરે 3.05 વાગ્યે રવાના થશે અને શારજાહથી પરત આવતી ફ્લાઇટ રાત્રે 10 વાગ્યે સુરત પહોંચશે.
ડોમેસ્ટિક રૂટમાં દિલ્હી માટે દરરોજ પાંચ ફ્લાઇટ્સની સુવિધા રહેશે. આ ઉપરાંત મંગળવાર, બુધવાર અને રવિવારે એક વધારાની ફ્લાઇટનું સંચાલન થવાથી આ કુલ છ ફ્લાઇટ્સ ઉપલબ્ધ રહેશે. બેંગલુરુ માટે દરરોજ બે ફ્લાઇટ્સ રહેશે. તેમાં સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વધારાની ફ્લાઇટ્સ ઉપરાંત રવિવારે ખાસ ફ્લાઈટ મળશે
સુરત એરપોર્ટના નવા શિડ્યૂલમાં હૈદરાબાદ, જયપુર, ગોવાના દાબોલીમ એરપોર્ટ અને કોલકાતા માટે દૈનિક સીધી ફ્લાઇટ્સ ચાલુ રહેશે. સ્ટાર એર દ્વારા જામનગર માટે મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર એમ અઠવાડિયામાં ચાર દિવસ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. જ્યારે ચેન્નાઈ માટે બુધવાર અને રવિવાર એમ અઠવાડિયામાં બે દિવસ સીધી ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે.
