Surat: ધારાસભ્ય કુમાર કાનાણીના મનપા અધિકારીઓ પર આક્ષેપ-'મોટા વરાછામાં એક મકાન બાંધવાના રૂ.25 લાખ લેવાય છે'

રહેણાંક વિસ્તારમાં રોડ પરના પ્લોટ અને મકાનો લઈને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવે છે, જેના પરિણામે સોસાયટીના રહીશોને હેરાન થવું પડે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Jun 2026 08:22 PM (IST)Updated: Sat, 06 Jun 2026 08:22 PM (IST)
surar-news-varachha-mla-kumar-kananis-allegation-against-municipal-officials
HIGHLIGHTS
  • સુરત મનપાની સંકલન સમિતિની બેઠકમાં વરાછાના ધારાસભ્યનો ધડાકો

Surat: સુરત મહાનગર પાલિકાની આજે સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રી મોન્સુન કામગીરી બાબતે રજૂઆત કરી હતી. આ સાથે ધારાસભ્ય કુમાર કાનાણીએ બાંધકામને લઈને અધિકારીઓ ગંભીર આક્ષેપો કર્યાં હતા.

કુમાર કાનાણીએ જણાવ્યું કે, મોટા વરાછાની અંદર એક મકાન બાંધવાના 25 લાખ રૂપિયા લેવાય છે. અધિકારીઓ કોમર્શીયલ મકાનો બંધાવવા માટેના ખુબ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે અધિકારીઓ આ કામ કરી રહ્યા છે.

રેસિડેન્સિયલ એરિયામાં કોમર્શિયલ કામકાજ બંધ કરવા જોઈએ

મારા વિસ્તારની અંદર વરાછા હોય કે પુણા હોય કે મોટા વરાછા હોય એક ખુબ મોટો ધીકતો ધંધો શરુ થયો છે. રહેણાંક વિસ્તારોની અંદર રોડ પરના મકાનો, પ્લોટ લઇને કોમર્શીયલ બાંધકામોનો ખુબ મોટો રાફડો ફાટ્યો છે . આ કોમર્શીયલ બાંધકામો થયા છે એના કારણે સોસાયટીમાં રહેતા લોકોને ખુબ મોટી મુશ્કેલી ઉભી થઇ છે.

ટ્રાફિકની સમસ્યાઓ, રોડ બંધ કરવાની સમસ્યાઓ વકરી રહી છે. અધિકારીઓ કોમર્શીયલ મકાનો બંધાવવા માટેના ખુબ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે અધિકારીઓ આ કામ કરી રહ્યા છે. મારી માંગણી છે કે આવા અધિકારીઓની સામે પગલા ભરવા જોઈએ, બેફામ ચાલતા કોમર્શીયલ કામો રેસીડન્ટની અંદર બંધ થવા જોઈએ.

પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવાની માગ

વધુમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, દર વર્ષે અતિ વરસાદના કારણે ખાડી પૂર આવે છે. આથી ખાડીના જે કામ ખોરંભે ચડ્યા છે, તેનો તાત્કાલિક હાથ પર લઈને તેનું નિરાકરણ કરવું જોઈએ. ખાડીની અંદર જે ગંદુ પાણી આવે છે, તેના કારણે ગંદકી અને મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે.

પ્રીમોન્સુન કામગીરી બાબતે તેમણે જણાવ્યું હતું કે, કમિશ્નરે ટીમ સાથે સમીક્ષા કરી છે અને કીધું છે કે, ચોમાસા પહેલા જે કામગીરી થવી જોઈએ એ કોઈ પણ પ્રકારે આયોજન કરીને અમે પૂર્ણ કરીશું એવી ખાતરી આપી છે.