Kheda: ડાકોરમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, શારીરિક શોષણના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી

ઠાસરાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિ પર શિક્ષકે દાનત બગાડી. સ્કૂલ બદલવા છતાં શિક્ષકે પીછો ના છોડ્યો અને શારીરિક શોષણ ચાલું રાખ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Feb 2026 07:40 PM (IST)Updated: Thu, 19 Feb 2026 07:40 PM (IST)
kheda-news-teacher-accused-of-assaulting-minor-student-pocso-case-filed
HIGHLIGHTS
  • આરોપી શિક્ષક ફરાર, પોલીસ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

Kheda: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામમાં ગુરુ-શિષ્યના પવિત્ર સબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. જેમાં એક શિક્ષક પર પોતાની જ સ્કૂલની પૂર્વ વિદ્યાર્થિની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે.

સગીર વિદ્યાર્થિનીએ સ્કૂલ બદલી છતાં લંપટ શિક્ષકે પીછો ના છોડ્યો
હકીકતમાં ભોગ બનનાર સગીરા ઠાસરાની એક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. આ સ્કૂલમાં જ શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષ રાઠવાએ વિદ્યાર્થિની પર દાનત બગાડી હતી.

શિક્ષક અવારનવાર સગીરાને અડપલાં કરતો હતો અને તેના ફોટા પાડી લીધા હતા. આ તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને શિક્ષક સગીરાને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો.

પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં વિદ્યાર્થિની વધુ અભ્યાસ માટે સાવલીની સ્કૂલમાં ગઈ હતી. આમ છતાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીનો પીછો ના છોડ્યો. શિક્ષકે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સતત શારીરિક શોષણના કારણે સગીરા ગભરાઈ ગઈ હતી અને પરિવારજનોને જાણ કરી હતી.

આખરે આ મામલે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શિક્ષક શૈલેષ રાઠવા વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.