Surat: બોધાન ગામમાં દીપડાના હુમલામાં વૃદ્ધનું મોત, ખેતરમાં કામ કરતી વખતે ખેડૂતનો શિકાર કર્યો

ખેડૂત ખેતરમાં કામ કરતા હતા, ત્યારે અચાનક ધસી આવેલા દીપડાએ તરાપ મારતા ગંભીર ઈજા થતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Feb 2026 07:14 PM (IST)Updated: Thu, 19 Feb 2026 07:14 PM (IST)
leopard-attack-in-surat-elderly-farmer-killed-while-working-in-field-at-mandvis-bodhan-village
HIGHLIGHTS
  • માંડવી પોલીસ અને વન વિભાગનો કાફલો ઘટના સ્થળે

Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના બોધાન ગામમાં દીપડાએ હુમલો કરીને એક વૃદ્ધ ખેડૂતને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવતા લોકોમાં દહેશત જોવા મળી રહી છે. હાલ તો માંડવી પોલીસ અને વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત જિલ્લાના માંડવી તાલુકાના બોધાન ગામમાં રહેતા ખેડૂત ગંભીરસિંહ જાદવ (70) આજે બપોરના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ચડી આવેલા દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ખેડૂતને ગંભીર ઈજા પહોંચતી તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો ઉપરાંત માંડવી પોલીસ અને વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં અવાર નવાર દીપડાના આંટાફેરાના અહેવાલો સામે આવતા હોય છે. એવામાં આજે દીપડાના હુમલામાં એક વૃદ્ધ ખેડૂતનું મોત નીપજવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.