Gujarat Monsoon 2024: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ; સૌથી વધુ ઉમરપાડા અને ડોલવણમાં સવા બે ઈંચ કરતા વધુ ખાબક્યો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 11 Aug 2024 08:41 AM (IST)Updated: Sun, 11 Aug 2024 08:50 AM (IST)
gujarat-monsoon-2024-rainfall-in-152-talukas-in-24-hours-2-5-inches-rainfall-in-umarpada-and-dolvan

Gujarat Monsoon 2024: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા મહેરબાન છે. ત્યારે ગઈકાલે રાજ્યના 152 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણમાં સવા બે ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો રાજ્યના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 2 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 13 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 139 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

naidunia_image
naidunia_image

જાણો અહીં વરસાદની સંભાવના
આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.