Surat to Amreli Bus: સુરતથી અમરેલી જવા માટે નોંધી લો GSRTCની આ બસ, ટાઈમ અને ભાડું

આજે અમે તમને સુરતથી અમરેલીની GSRTCની બસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Mon 30 Sep 2024 06:33 PM (IST)Updated: Mon 30 Sep 2024 06:33 PM (IST)
gsrtc-surat-to-amreli-bus-ticket-booking-online-timings-fares-routes-and-other-details-405337

GSRTC Surat to Amreli Bus: ઓક્ટોબર માસ શરુ થતાં જ નવરાત્રિ અને પછી દિવાળીના તહેવાર આવી જશે. ત્યારે વતનથી દૂર કામ કરતા લોકો તહેવારોને માણવા વતન ભણી દોટ મૂકશે. જો કે તહેવારના સમય વતન જવા માટેનો રસ ખૂબ જ હોય છે ત્યારે આગોતરું આયોજન કરીને બસ કે ટ્રેનની ટિકિટ બુક કરાવી લઈએ તો અગવડતા ઓછી પડે અને સમયસર વતન પહોંચી, તહેવારોની મજા પરિવાર સાથે માણી શકાય છે. ત્યારે આજે અમે તમને સુરતથી અમરેલીની GSRTCની બસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.

સુરતથી Sleeper Bus

  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી બગસરાની બસ, જે બપોરે 4-30 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા,ધંધુકા, વીરપુર, અમરેલી થઈને બગસરા પહોંચે છે. બગસરા પહોંચતા આ બસ 10 કલાકને 35 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 404 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી બગસરાની બસ, જે સાંજે 5 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા,બોટાદ,અમરેલી થઈને બગસરા પહોંચે છે. બગસરા પહોંચતા આ બસ 10 કલાક જેટલો સમય લે છે. જેનું ભાડું 409 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી ધારીની બસ, જે સાંજે 5 વાગ્યેને 30 મિનિટે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા,ધંધુકા,બોટાદ, અમરેલી થઈને ધારી પહોંચે છે. ધારી પહોંચતા આ બસ 10 કલાકને 36 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 408 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી અમરેલીની બસ, જે સાંજે 6 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા,બોટાદ,લાઠી થઈને અમરેલી પહોંચે છે. અમરેલી પહોંચતા આ બસ 10 કલાકને 30 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 404 રુપિયા જેટલું છે.
  • નાસિક બસ સ્ટેન્ડથી અમરેલીની બસ, જે સાંજે 6 વાગ્યે ઉપડે છે. આ બસ નાસિકથી ઉપડીને સાપુતારા, સુરત, વડોદરા,બોટાદ,લાઠી થઈને અમરેલી પહોંચે છે. અમરેલી પહોંચતા આ બસ 10 કલાક જેટલો સમય લે છે. જેનું ભાડું 404 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી સાવરકુંડલાની બસ, જે સાંજે 7 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા,બોટાદ,અમરેલી થઈને સાવરકુંડલા પહોંચે છે. સાવરકુંડલા પહોંચતા આ બસ 9 કલાક જેટલો સમય લે છે. જેનું ભાડું 408 રુપિયા જેટલું છે.
  • સેલવાસ બસ સ્ટેન્ડથી સાવરકુંડલાની બસ, જે રાત્રે 7 વાગ્યેને 45 મિનિટે ઉપડે છે. આ બસ સેલવાસથી ઉપડીને વસલાડ, નવસારી, સુરત, વડોદરા,અમરેલી થઈને સાવરકુંડલા પહોંચે છે. સાવરકુંડલા પહોંચતા આ બસ 11 કલાકને 40 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 414 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી અમરેલીની બસ, જે રાત્રે 8 વાગ્યેને 30 મિનિટે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા,ધંધુકા, બોટાદ થઈને અમરેલી પહોંચે છે. અમરેલી પહોંચતા આ બસ 10 કલાકને 20 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 408 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી સાવરકુંડલાની બસ, જે રાત્રે 9 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા, અમરેલી થઈને સાવરકુંડલા પહોંચે છે. સાવરકુંડલા પહોંચતા આ બસ 8 કલાકને 16 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 408 રુપિયા જેટલું છે.

સુરતથી Express Bus

  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી અમરેલીની બસ, જે સવારે 8 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા, ધંધુકા, બોટાદ, લાઠી થઈને અમરેલી પહોંચે છે. અમરેલી પહોંચતા આ બસ 9 કલાકને 45 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 284 રુપિયા જેટલું છે.

સુરતથી Gurajrnagri Bus

  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી અમરેલીની બસ, જે સવારે 5 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા, તારાપુર, બોટાદ, લાઠી થઈને અમરેલી પહોંચે છે. અમરેલી પહોંચતા આ બસ 9 કલાકને 34 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 303 રુપિયા જેટલું છે.