Surat to Rajkot Bus: તહેવારમાં સુરતથી રાજકોટ જવું છે, તો નોંધી લો GSRTCની આ બસ, ટાઈમ અને ભાડું

આજે અમે તમને સુરતથી રાજકોટની GSRTCની બસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 27 Sep 2024 04:49 PM (IST)Updated: Fri, 27 Sep 2024 04:49 PM (IST)
gsrtc-surat-to-rajkot-bus-ticket-booking-online-timings-fares-routes-and-other-details

GSRTC Surat to Rajkot Bus: ઓક્ટોબર માસ શરુ થતાં જ નવરાત્રિ અને પછી દિવાળીના તહેવાર આવી જશે. ત્યારે વતનથી દૂર કામ કરતા લોકો તહેવારોને માણવા વતન ભણી દોટ મૂકશે. જો કે તહેવારના સમય વતન જવા માટેનો રસ ખૂબ જ હોય છે ત્યારે આગોતરું આયોજન કરીને બસ કે ટ્રેનની ટિકિટ બુક કરાવી લઈએ તો અગવડતા ઓછી પડે અને સમયસર વતન પહોંચી, તહેવારોની મજા પરિવાર સાથે માણી શકાય છે. ત્યારે આજે અમે તમને સુરતથી રાજકોટની GSRTCની બસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.

સુરતથી AC Sleeper Bus

સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી જૂનાગઢની બસ, જે રાત્રે 8-30 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા,અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતપુર અને જૂનાગઢ પહોંચે છે. જૂનાગઢ પહોંચતા આ બસ 9 કલાક જેટલો સમય લે છે. જેનું ભાડું 875 રુપિયા જેટલું છે.

સુરતથી Sleeper Bus

naidunia_image
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી દ્વારકા બસ, જે બપોરે 1 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને અંકલેશ્વર, વડોદરા, રાજકોટ, ધ્રોલ, જામખંભાળિયા અને દ્વારકા પહોંચે છે. દ્વારકા પહોંચતા આ બસ સવા દસ કલાક જેટલો સમય લે છે. જેનું ભાડું 391 રુપિયા જેટલું છે.
  • સેલવાસથી સોમનાથ બસ, જે બપોરે 2 વાગ્યેને 40 મિનિટ ઉપડે છે. આ બસ વલસાડ, નવસારી, સુરત, વડોદરા, રાજકોટ અને સોમનાથ પહોંચે છે. સોમનાથ પહોંચતા આ બસ સવા દસ કલાક જેટલો સમય લે છે. જેનું ભાડું 390 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી સોમનાથ બસ, જે બપોરે 2 વાગ્યેને 55 મિનિટે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, ચોટીલા, રાજકોટ, જૂનાગઢ અને સોમનાથ પહોંચે છે. સોમનાથ પહોંચતા આ બસ 9 કલાક અને 50 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 391 રુપિયા જેટલું છે.
  • સુરત અડાજણ બસ સ્ટેન્ડથી અકોલવાડી ગીર બસ, જે બપોરે 3 વાગ્યેને 45 મિનિટે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને રાજકોટ, જૂનાગઢ, સાસણગીર, તલાલા અને અકોલવાડી ગીર પહોંચે છે. અકોલવાડી ગીર પહોંચતા આ બસ સવા નવ કલાક જેટલો સમય લે છે. જેનું ભાડું 391 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી પોરબંદર બસ, જે સાંજે 5 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, અને પોરબંદર પહોંચે છે. પોરબંદર પહોંચતા આ બસ 10 કલાક જેટલો સમય લે છે. જેનું ભાડું 391 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી ભાણવડ બસ, જે સાંજે 6 વાગ્યે ઉપડે છે. આ બસ સુરતથી ઉપડીને વડોદરા, અમદાવાદ, લીંબડી, રાજકોટ, કાલાવડ થઈ ભાણવડ પહોંચે છે. ભાણવડ પહોંચતા આ બસ 10 કલાકને 10 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 383 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી જામ કંડોરણા બસ, જે સાંજે 6 વાગ્યેને 15 મિનિટે ઉપડે છે. આ બસ અંકલેશ્વર, વડોદરા, રાજકોટ થઈને જામકંડોરણા પહોંચે છે. જામકંડોરણા પહોંચતા આ બસ 9 કલાકને 15 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 391 રુપિયા જેટલું છે.
  • બારડોલીથી રાજકોટ બસ, જે સાંજે 7 વાગ્યે ઉપડે છે. આ બસ સુરત, વડોદરા, લીંબડી, ચોટીલા થઈને રાજકોટ પહોંચે છે. રાજકોટ પહોંચતા આ બસ 10 કલાકને 15 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 385 રુપિયા જેટલું છે.
  • ધરમપુરથી વીરપુર બસ, જે સાંજે 7 વાગ્યેને 10 મિનિટે ઉપડે છે. આ બસ વલસાડ, નવસારી, સુરત, બારડોલી, રાજકોટ, ગોંડલ અને વીરપુર પહોંચે છે. વીરપુર પહોંચતા આ બસ 10 કલાકને 05 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 385 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી કેશોદ બસ, જે રાત્રે 8 વાગ્યે ઉપડે છે. આ બસ વડોદરા, ધર્મજ, રાજકોટ, જૂનાગઢ અને કેશોદ પહોંચે છે.કેશોદ પહોંચતા આ બસ 9 કલાકને 50 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 385 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી જામનગર બસ, જે રાત્રે 8 વાગ્યેને 30 મિનિટે ઉપડે છે. આ બસ વડોદરા, અમદાવાદ, લીંબડી, રાજકોટ થઈને જામનગર પહોંચે છે. જામનગર પહોંચતા આ બસ 9 કલાકને 15 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 383 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી જૂનાગઢ બસ, જે રાત્રે 9 વાગ્યે ઉપડે છે. આ બસ વડોદરા, રાજકોટ, જેતપુર થઈને જૂનાગઢ પહોંચે છે. જૂનાગઢ પહોંચતા આ બસ 8 કલાકને 25 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 385 રુપિયા જેટલું છે.
  • નાસિકથી ગોંડલ બસ, જે રાત્રે 9 વાગ્યે ઉપડે છે. આ બસ સાપુતારા, સુરત, વડોદરા, તારાપુર ચોકડી થઈને ગોંડલ પહોંચે છે. ગોંડલ પહોંચતા આ બસ 9 કલાકને 30 મિનિટ જેટલો સમય લે છે. આ બસનું ભાડું 385 રુપિયા જેટલું છે.
  • વલસાડથી જૂનાગઢ બસ, જે રાત્રે 9 કલાકને 30 મિનિટે ઉપડે છે. આ બસ નવસારી, સુરત, વડોદરા, રાજકોટ થઈને જૂનાગઢ પહોંચે છે. આ બસ ગોંડલ પહોંચતા 8 કલાકને 45 મિનિટ જેટલો સમય લે છે. આ બસનું ભાડું 390 રુપિયા જેટલું છે.
  • નવસારીથી રાજકોટ બસ, જે રાત્રે 10 વાગ્યેને 31 મિનિટે ઉપડે છે. આ બસ સુરત, વડોદરા, તારાપુર ચોકડી થઈને રાજકોટ પહોંચે છે. રાજકોટ પહોંચતા આ બસ 9 કલાકને 5 મિનિટ જેટલો સમય લે છે. આ બસનું ભાડું 385 રુપિયા જેટલું છે.

સુરતથી Luxury Bus

naidunia_image
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી ગોંડલ બસ, જે સવારે 5 વાગ્યેને 25 મિનિટે ઉપડે છે. આ બસ વડોદરા, અમદાવાદ, લીંબડી, ચોટીલા, રાજકોટ થઈને ગોંડલ પહોંચે છે. ગોંડલ પહોંચતા આ બસ 9 કલાકને 30 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 305 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી જામનગર બસ, જે સવારે 5 વાગ્યેને 50 મિનિટે ઉપડે છે. આ બસ વડોદરા,તારાપુર ચોકડી, લીંબડી, ચોટીલા, રાજકોટ થઈને જામનગર પહોંચે છે. જામનગર પહોંચતા આ બસ 9 કલાકને 45 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 303 રુપિયા જેટલું છે.
  • ઉકઈથી જૂનાગઢ બસ, જે સવારે 8 વાગ્યે ઉપડે છે. આ બસ બારડોલી, સુરત, વડોદરા, ચોટીલા, રાજકોટ, વીરપુર થઈને જૂનાગઢ પહોંચે છે. જૂનાગઢ પહોંચતા આ બસ 9 કલાકને 15 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 310 રુપિયા જેટલું છે.
  • બિલિમોરાથી જૂનાગઢ બસ, જે સવારે 9 વાગ્યેને 15 મિનિટે ઉપડે છે. આ બસ નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ, લીંબડી, ચોટીલા, રાજકોટ, જેતપુર થઈને જૂનાગઢ પહોંચે છે. જૂનાગઢ પહોંચતા આ બસ 10 કલાકને 16 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 310 રુપિયા જેટલું છે.

સુરતથી Express Bus

સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી રાજકોટ બસ, જે સવારે 7 વાગ્યે ઉપડે છે. આ બસ વડોદરા, અમદાવાદ, લીંબડી, ચોટીલા થઈને રાજકોટ પહોંચે છે. રાજકોટ પહોંચતા આ બસ 9 કલાકને 35 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 273 રુપિયા જેટલું છે.

naidunia_image

સુરતથી Gurajrnagri Bus

  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી જૂનાગઢ બસ, જે સવારે 6 વાગ્યેને 30 મિનિટે ઉપડે છે. આ બસ વડોદરા, અમદાવાદ, રાજકોટ, જેતપુર થઈને જૂનાગઢ પહોંચે છે. જૂનાગઢ પહોંચતા આ બસ 8 કલાકને 35 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 285 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી જૂનાગઢ બસ, જે સવારે 10 વાગ્યેને 30 મિનિટે ઉપડે છે. આ બસ વડોદરા, તારાપુર, રાજકોટ, ગોંડલ, જેતપુર થઈને જૂનાગઢ પહોંચે છે. જૂનાગઢ પહોંચતા આ બસ 9 કલાકને 10 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 286 રુપિયા જેટલું છે.
  • સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી ગોંડલ બસ, જે બપોરે 12 વાગ્યે ઉપડે છે. આ બસ વડોદરા, તારાપુર, ચોટીલા, રાજકોટ થઈને ગોંડલ પહોંચે છે. ગોંડલ પહોંચતા આ બસ 9 કલાકને 15 મિનિટ જેટલો સમય લે છે. જેનું ભાડું 285 રુપિયા જેટલું છે.