Surat Dr Yogen Suicide Case: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં એનાટોપી ડીપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે અભ્યાસ કરતા ડો. યોગેન પ્રજાપતિએ (30) હાથની નસ કાપીને આપઘાત કરી લીધો હતો. આજે આ ઘટનાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ડીન ઓફીસ બહાર રામધૂન કરીને વિરોધ નોંધાવ્યો હતો
આ અંગે ABVP સુરતના મંત્રી શુભમસિંઘે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા ડોક્ટર યોગેન પ્રજાપતિએ હાથની નસ કાપીને આપઘાત કર્યો હતો, ત્યારે આજે ડીન ઓફિસમાં આવીને આવેદન પત્ર આપવા આવ્યા હતા.
રેગીંગ કે અન્ય કોઈ કારણે તેના પર પ્રેશર બનાવવામાં આવતું હતું કે કેમ તેની તટસ્થ તપાસ થવી જોઈએ. એક મહીના પહેલા પણ એક વિદ્યાર્થીને રેગીંગના કારણે આપઘાત કરવો પડ્યો હતો, તો આ ઘટના પાછળ પણ રેગિંગ તો જવાબદાર નથી? તેની તપાસ માટે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીન પાસે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. તેમજ તપાસમાં જે કોઈની સંડોવણી જણાય તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું કે અમે ડીનની ઓફિસે પહોચ્યા તો ડીન ઓફીસ બંધ કરીને નીકળી ગયા હતા. ડીનનું એવું કહેવું છે કે, આજે શનિવાર છે તો ડીન માટે શનિવાર જરૂરી છે કે અહિયાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જે આપઘાત કરી લે છે તે જરૂરી છે. જ્યાં સુધી ડીન આવેદન પત્ર નહી લે, ત્યાં સુધી અમે બેસીશું
