Valsad Surat MEMU Train: ભારતીય રેલવે બોર્ડ દ્વારા વલસાડ-સુરત મેમુ (MEMU) સેવા આગામી 3 ઓક્ટોબરથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આ ટ્રેન શરૂ થવાથી રોજિંદી અવરજવર વધુ સુલભ બનશે. આ અહેવાલમાં વાંચો વલસાડ-સુરત મેમુ ટ્રેનનો સમય, સ્ટોપેજ, રૂટ અને અન્ય તમામ માહિતી.
વલસાડ-સુરત મેમુ ટ્રેનનું સંપૂર્ણ સમયપત્રક
રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 69149 વલસાડ–સુરત મેમુ વલસાડથી બપોરે 1:20 વાગ્યે ઉપડશે અને સાંજે 4:40 વાગ્યે સુરત પહોંચશે. વલસાડ-સુરત મેમુ ટ્રેન સેવા દૈનિક ધોરણે કાર્યરત રહેશે.
વિવિધ સ્ટેશન પર આગમન-ઉપડવાનો સમય
વલસાડ: બપોરે 1:20 વાગ્યે ઉપડશે.
ડુંગરી: બપોરે 1:35 થી 1:36 વાગ્યે.
જોરાવાસણ: બપોરે 2:03 થી 2:04 વાગ્યે.
અમલસાડ: બપોરે 2:09 થી 2:10 વાગ્યે.
બીલીમોરા: બપોરે 2:30 થી 2:32 વાગ્યે.
અંચેલી: બપોરે 2:39 થી 2:40 વાગ્યે.
વેડછા: બપોરે 2:58 થી 2:59 વાગ્યે.
ગાંધી સ્મૃતિ: બપોરે 3:09 થી 3:10 વાગ્યે.
નવસારી: બપોરે 3:16 થી 3:18 વાગ્યે.
મરોલી: બપોરે 3:27 થી 3:28 વાગ્યે.
સચિન: બપોરે 3:35 થી 3:36 વાગ્યે.
ભેસ્તાન: બપોરે 3:55 થી 3:56 વાગ્યે.
ઉધના: બપોરે 4:03 થી 4:05 વાગ્યે.
સુરત: સાંજે 4:40 વાગ્યે પહોંચશે.
વલસાડ-સુરત મેમુ ટ્રેનના મુખ્ય સ્ટોપેજ
વલસાડ અને સુરત વચ્ચે દોડનારી મેમુ ટ્રેન કેટલાક મુખ્ય સ્ટેશન પર સ્ટોપેજ કરશે. જેમાં ડુંગરી, જોરાવાસણ, બીલીમોરા, અમલસાડ, અંચેલી, વેડછા, ગાંધીસ્મૃતિ, નવસારી, મરોલી, સચિન, ભેસ્તાન અને ઉધના સ્ટેશનનો સમાવેશ થાય છે. સર્વિસ માટે ટ્રેન નંબર 69139 બોરીવલી–વલસાડ મેમુના રેકનો ઉપયોગ કરવામાં આવશે. આ ટ્રેનનું પ્રાથમિક મેન્ટેનન્સ વડોદરા ખાતે કરવામાં આવશે.
