Alpesh Kathiriya: '…તમને આજે સન્માન કરવાનો પણ મોકો ન મળત' કરશન પટેલના નિવેદન પર અલ્પેશ કથીરિયાએ આપી પ્રતિક્રિયા

Alpesh Kathiriya on Karsan Patel: પાટણ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં નિરમા કંપનીના માલિક કરશન પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનથી ફરી એક વખત પાટીદાર અનામત આંદોલન ચર્ચામાં આવ્યું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 06 Jan 2025 04:16 PM (IST)Updated: Mon, 06 Jan 2025 04:25 PM (IST)
alpesh-kathiriyas-reaction-to-karsan-patels-statement-on-patidar-anamat-andolan

Alpesh Kathiriya on Karsan Patel: પાટણ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં નિરમા કંપનીના માલિક કરશન પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનથી ફરી એક વખત પાટીદાર અનામત આંદોલન ચર્ચામાં આવ્યું છે. તો બીજી તરફ આ કરશન પટેલના નિવેદન બાદ સુરતમાં અલ્પેશ કથીરિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, આ તદન હકીકતથી વિપરીત વાતો છે આવડી ઉંમરે સન્માનીય અને સમાજની અગ્રણી વ્યક્તિ અને ઘણી બધી સંસ્થાઓમાં ટ્રસ્ટી પદે રહેલી વ્યક્તિ આવું નિવેદન કરે ત્યારે સ્વભાવિક લોકોને આશ્ચર્ય થાય અને અમને તો એનાથી સાથે દુઃખ પણ થયું છે, કે સન્માનીય વ્યક્તિના મોઢે આ વાત ના હોવી જોઈએ, અનામત આંદોલનથી આજે ઈડબ્લ્યુએસના લાભો મળી રહ્યા છીએ, 10 ટકા અનામત મળી રહી છે. યુવા સ્વાવલંબન યોજનાના લાભો મળી રહ્યા છે, બિન અનામત આયોગ બની રહ્યું છે.

અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, સમાજના કોઈ ઉઘોગપતિ બે-પાંચ હજાર કરોડ રૂપિયા વાપરતા નથી ત્યારે દર વર્ષે બે-પાંચ હજાર કરોડ રૂપિયાના લાભો મળી રહ્યા છે માત્રને માત્ર અનામત આંદોલનના કારણે અને કોઈ એક સમાજ નહીં ગુજરાતની અંદર 150 થી પણ વધારે સમાજના યુવાન-યુવતીઓ આનો લાભ લઇ રહ્યા છે અને એનું સદાયને માટે અમને ગૌરવ હતું, છે અને આવનારા દિવસોમાં આ ગૌરવ વધતું રહેશે.

અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલની બાબતમાં એ જે દીકરીની બાબતની વાત કરે છે તો જે તે વખતે એમણે બચાવ સમિતિ ખોલીને એનું સમર્થન કરીને બહાર આવવું જોઈતું હતું, કારણ કે નિર્ણય અમારો નથી જે તે વખતની સરકાર, પાર્ટી એના સુપ્રીમો અને ધારાસભ્યોના નિર્ણયોથી આ બધી ઘટના બનતી હોય છે અને ત્રીજી જે બાબત છે શહીદ યુવાનોની તો એના માટે હરહંમેશને માટે અમે કામ કરીએ છીએ, એમના પરિવારને શું મદદ મળી, નહી મળે એ પરિવાર જ જણાવી શકશે.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, ઘણી વસ્તુ બંધ બારણે પતી જતી હોય છે એની મીડિયામાં બહાર કોઈ માહિતી આપવાની હોતી નથી અને જે વાત છે કે સમાજને આનાથી નથી મળ્યું એ એકદમ ખોટી વાત એટલા માટે છે કે એમણે જે મંચમાં બોલ્યા છે તે સમાજનું જ મંચ હતું એ કાર્યક્રમમાં જે બોલ્યા છે અને જે નોકીરીમાં જોડાયેલા યુવક-યુવતીઓનું સન્માન કર્યું છે તે પણ ઈડબ્લ્યુએસ અનામતના કારણે જ જોડાયા છે એટલે એ પરિવારને જ ખબર હોય કે ઈડબ્લુએસ અને અનામત આંદોલનના કારણે શું લાભ થયો છે અને આજે નોકરી મળી છે. એટલે જે મંચ પર તમે બોલ્યા છો એ મંચ સમાજનું જ મંચ છે અને અનામત આંદોલનના કારણે જ એ મંચ ઉભું થયું છે નકર તમને આજે સન્માન કરવાનો પણ મોકો ન મળત.