Surat: કન્ટેનરમાં લાગેલી આગ બુઝાવવા જતાં ડ્રાઈવર ભડભડ સળગી ઉઠ્યો, સારવાર દરમિયાન દમ તોડ્યો

આગની જ્વાળાઓએ ડ્રાઈવરને ઝપેટામાં લઈ લેતા ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 12 Nov 2024 04:18 PM (IST)Updated: Tue, 12 Nov 2024 04:18 PM (IST)
surat-news-driver-died-of-burns-while-trying-to-extinguish-the-fire-in-the-container
HIGHLIGHTS
  • અગમ્ય કારણોસર કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠી હતી

Surat: સુરત જિલ્લામાં બલેશ્વર ગામની સીમમાં કંટેનરમાં આગ લાગી હતી. જેને બુઝાવવા જતા ડ્રાઈવર આખા શરીરે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની અથર સઈદ અહમદ (42) ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. બે દિવસ અગાઉ 10 નવેમ્બરના રોજ રોજ બપોરના સમયે બલેશ્વર ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા ને.હા.નં.48 ઉપર નાયરા પેટ્રોલપંપ પાસે આવેલ રામદેવ હોટલના પાર્કિગમાં અથર અહમદના કન્ટેનરમાં અગમ્યકારણોસર આગ લાગી હતી.

આ બાબતની જાણ થતાં અથર અહમદ આગ બૂઝાવવા ગયા હતા. આ દરમ્યાન આગની જ્વાળાની ઝપેટમાં આવી જતાં ડ્રાઈવર આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેઓને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેઓએ દમ તોડ્યો હતો.