Rajkot: વેરાવળમાં કારખાનાની રહેણાંક ઓરડીમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આક્ષેપથી ખળભળાટ, પંથકમાં ભારે રોષ

રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં એક કારખાનાની રહેણાંક ઓરડીમાં છ વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. શાપર-વેરાવળ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જેના પગલે પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 04:30 PM (IST)Updated: Tue, 29 Sep 2026 04:30 PM (IST)
veraval-crime-news-police-investigate-alleged-sexual-assault-on-6yearold-girl

Veraval Crime News: રાજકોટ જિલ્લાના વેરાવળ ગામના શાંતિધામ વિસ્તારમાં આવેલા કારખાનાની રહેણાંક ઓરડીમાં છ વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે.

આ બનાવની જાણ થતાં શાપર–વેરાવળ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળકી ઓરડીમાં એકલી હતી, ત્યારે શખ્સે તેની સાથે કથિત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સંબંધિત લોકો પાસેથી જરૂરી માહિતી મેળવવા તેમજ નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

શંકાસ્પદ શખ્સની ઓળખ તેની અટકાયત અથવા ધરપકડ તેમજ બનાવની ચોક્કસ વિગતો અંગે પોલીસ તરફથી હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસ દ્વારા ઉપલબ્ધ પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાને પગલે વેરાવળ સહિત સમગ્ર શાપર વિસ્તારમાં ભારે ચકચાર અને રોષની લાગણી ફેલાઈ છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ બનાવની સંપૂર્ણ હકીકત સામે આવશે.