Rajkot: હોટલ પર નાસ્તો કર્યા બાદ તબિયત લથડી, ખારચીયા ગામના એક જ પરિવારના 16 સભ્યોને ફૂડ પોઇઝનિંગ

રસ્તા પર એક હોટલમાં નાસ્તો કર્યા બાદ પરિવારને ફૂડ પોઈઝનિંગ થયાનો આક્ષેપ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 23 May 2026 10:48 AM (IST)Updated: Sat, 23 May 2026 10:48 AM (IST)
upleta-kharchiya-village-family-16-member-food-poisoning-rajkot-news
HIGHLIGHTS
  • ઉપલેટાના ખારચીયામાં ફૂડ પોઇઝનિંગ બનાવ
  • એક જ પરિવારના 16 સભ્યોની તબિયત લથડી

Upleta Food Poisoning Incident: ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામના એક જ પરિવારના 16 જેટલા સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા તાત્કાલિક ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર હર્ષદ, દ્વારકા, બેટ દ્વારકા અને પોરબંદર ખાતે પ્રવાસ માટે ગયો હતો, અને ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી.

હોટલમાં છાશ-પફ ખાધા બાદ તબિયત લથડી

દર્દીઓ અને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પરિવાર જ્યારે પ્રવાસથી પરત ફરી રહ્યો હતો ત્યારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પોરબંદર-ઉપલેટા રોડ પર ગણોદના પાટિયા પાસે આવેલી એક હોટલ ખાતે નાસ્તા માટે રોકાયો હતો. ત્યારબાદ ઘરે પહોંચ્યા પછી તરત જ પરિવારના સભ્યોને એક સાથે ઉલટીઓ થવા લાગી હતી.

બે 108 એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી

એક સાથે આટલા બધા સભ્યોની તબિયત લથડતા અને પરિસ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતા જોતા બે 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ 16 અસરગ્રસ્તોને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

પરિવારના સભ્ય જીજ્ઞોશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓએ હોટલમાં છાસ પીધી હતી અને પફ ખાધા હતા. તબિયત લથડવાનું પ્રાથમિક કારણ હોટલનો નાસ્તો હોવાનું દર્દીઓ દ્વારા જણાવાયું છે, છતાં ચોક્કસ કારણ અંગે તબીબી તપાસ ચાલુ છે.

સારવાર હેઠળ રહેલા દર્દીઓની યાદી

આ ફૂડ પોઇઝનિંગમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સભ્યો ભોગ બન્યા છે. હાલ તમામ દર્દીઓ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓમાં નીચે મુજબના નામનો સમાવેશ થાય છે:

  • કાળાભાઈ ગોકળભાઈ ચૌહાણ (ઉ.વ. 70)
  • જયેશભાઈ કાળાભાઈ ચૌહાણ (ઉ.વ. 42)
  • સોનીબેન કાળાભાઈ ચૌહાણ (ઉ.વ. 65)
  • મધુબેન મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. 48)
  • હરેશભાઈ મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. 27)
  • કમલેશ જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. 22)
  • ભુમિકાબેન જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. 20)
  • મિત હરેશભાઈ ચૌહાણ (સાડા છ વર્ષ)
  • પ્રિયાંશી હરેશભાઈ ચૌહાણ (દોઢ વર્ષ)
  • હેતાંશ ભૌતિકભાઈ વાઘેલા (અઢી વર્ષ)
  • ભાવનાબેન જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. 42)
  • જીજ્ઞોશ મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. 25)
  • રેનિશ રાજેશભાઈ વાઘેલા (ઉ.વ. 19)
  • કાજલબેન હરેશભાઈ ચૌહાણ (ઉ.વ. 30)
  • ભૌતિક જયેશભાઈ વાઘેલા (ઉ.વ. 22)
  • સહદેવ વિજયભાઈ