Rajkot: શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે રોગચાળાએ માજા મૂકી હોય તેમ વધુ એક જિંદગી કાળના ખપરમાં હોમાઈ છે. જેમાં શ્રીજીનગર સોસાયટીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થિનીનું ઝાડા ઉલ્ટીથી મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્યામ હોલ સામે શ્રીજીનગર સોસાયટીમાં રહેતી પ્રિયાબેન કિશોરભાઈ ઠેસીયા (17) નામની સગીરા પોતાના ઘરે હતી, ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડી હતી.
જેથી તાત્કાલીક સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રિયાબેન ઠેસીયા બે બહેનમાં નાની હતી અને હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી કોલેજમાં આવી હતી. પ્રિયાબેન ઠેસીયાનું ઝાડા ઉલ્ટીથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પાલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
