Rajkot: આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો T20 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમના હેડ કોચ અને પૂર્વ સૌરાષ્ટ્રના સુકાની સિતાંશુ કોટકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
પત્રકારો સાથે વાતચીત કરતા સિતાંશુ કોટકે જણાવ્યું કે, પ્રથમ બે મેચમાં ભારતે જીત મેળવી છે તેની વિશેષ ખુશી છે. આ મેચને લઈને પણ અમારી તૈયારીઓ પૂર્ણ છે.
ભારતીય ટીમમાં એક વર્ષ બાદ પુનરાગમન જેમનું થયું છે, તે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફિટ છે કે અન ફિટ છે તેવા સવાલના જવાબ કોટકે જણાવ્યું કે, મોહમ્મદ શમી સંપૂર્ણપણે ફીટ છે. આવતીકાલે રાજકોટના મેચમાં તેઓ રમશે કે નહીં? તે નિર્ણય ટીમ મેનેજમેન્ટ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સુકાની સૂર્યકુમાર યાદવ લેતા હોય છે, ત્યારે એ વિશે હું વિશેષ કોઈ ટિપ્પણી નહીં કરી શકું. જો કે જ્યાં સુધી ફિટનેસ નો સવાલ છે, ત્યાં સુધી તેઓ 100% ફિટ છે.
આ પણ વાંચો
ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા અને તિલક વર્મા વિશે તેમણે જણાવ્યું કે, બંને આક્રમક બેટિંગ માટે જાણીતા છે. જો કે ભારતના તમામ બેટ્સમેનોની અલગ અલગ ખાસિયતો છે, અલગ અલગ એરિયામાં તેઓ રમવામાં માહિર છે, ત્યારે કોઈ એક ક્રિકેટરની પરંતુ તમામ ક્રિકેટરો એ પોતાની એક અલગ સ્ટાઈલ વિકસાવી છે, તે મુજબ તેઓ રમી રહ્યા છે.
ભારતીય ટીમમાં અભિષેક શર્મા, સંજુ સેમસન તેમજ તિલક વર્મા શાનદાર દેખાવ કરી રહ્યા છે. રાજકોટની વિકેટ વિશે તેમણે જણાવ્યું કે, પહેલેથી જ રાજકોટ બેટિંગ ફ્રેન્ડલી વિકેટ માનવામાં આવે છે અને આ મેચમાં પણ મેચ હાઈ સ્કોરિંગ મેચ બને તેવી શક્યતા હું જોઉં છું.
સૂર્યકુમાર ના નબળા ફોર્મથી શું તમે ચિંતિત છો, ત્યારે તેમને જણાવ્યું હતું કે સૂર્ય આઉટ ઓફ ફોર્મ છે તેવું કહી ન શકાય, કારણ કે T20 મેચમાં આક્રમક ક્રિકેટ રમાતું હોય છે, ત્યારે ઘણી વખત સારા બોલમાં પણ વિકેટ જતી હોય છે અને સૂર્યા એવી રીતના કોઈ નિષ્ફળ ગયા હોય તેવું મને નથી લાગતું .એ મેચ વિનર છે અને ગમે ત્યારે એ ફોર્મમાં આવતા હોય છે.
બેટિંગ કોચ તરીકે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય ફોકસ મેચ જીતવા પણ હોય છે ત્યારે બેટિંગમાં જે કોઈ જરૂરિયાત મહેસુસ થતી હોય છે તે મુજબ વાતચીત થતી હોય છે.
