Rajkot: ઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર દુષ્કર્મ, પરિણીત શખ્સે મોબાઈલની લાલચે ખેતરમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી

પિતાએ ઠપકો આપ્યો છતાં આરોપી સુધર્યો નહીં અને સગીરાનો પીછો કરીને વાડીએ લઈ જવા દબાણ કરતો, જેનાથી કંટાણી પીડિતા સ્કૂલે જતાં પણ ડરવા લાગી હતી. આરોપીની પત્નીએ બાળકને જન્મ આપ્યો, તેના બીજા જ દિવસે તે જેલ હવાલે થઈ ગયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 10:22 PM (IST)Updated: Tue, 29 Sep 2026 10:22 PM (IST)
rajkot-upleta-crime-news-class-10-student-assaulted-in-hariyasan-village

Rajkot Upleta Crime News: ઉપલેટાના હરીયાસણ ગામે ધોરણ.10 માં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થિની પર બાજુની વાડીમાં ભાગ્યું રાખીને ખેતીકામ કરતા એક પરિણીત શખ્સે મોબાઈલ ફોનની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ ભાયાવદર પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપી નરાધમની ધરપકડ કરી લીધી છે.


ભાયાવદર પોલીસ સ્ટેશનમાં 38 વર્ષીય યુવકે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હરેશ નરશી ભટાણીયા (રહે. મોટી પાનેલી) નું નામ આપતા પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

હરીયાસણ ગામની સીમમાં આવેલ એક ખેડૂતના ખેતરમાં જમીન ભાગ્યાથી વાવવા રાખી પરીવાર સાથે ખેતીકામ કરે છે. તેઓને સંતાનમાં એક 15 વર્ષની પુત્રી પણ છે, જે ધો.10 માં અભ્યાસ કરે છે. તેમની બાજુમાં જ આવેલી અન્ય એક વાડીમાં આરોપી શખ્સ ભાગ્યું રાખીને ખેતર ખેડવાનું અને મજૂરીનું કામ કરતો હતો. આ પરિણીત શખ્સની નજર બાજુમાં રહેતી અને ધોરણ 10 માં ભણતી સગીરા પર બગડી હતી.

ગત 10 જૂનના તેણે સગીરાને પોતાની જાળમાં ફસાવવા માટે પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું. આરોપીએ સગીરાને લાલચ આપીને એક મોબાઈલ ફોન ગિફ્ટ તરીકે આપ્યો હતો અને ધીમે-ધીમે તેને વાતોમાં ભોળવી દીધી હતી.

મોબાઈલ આપ્યા બાદ નરાધમે સગીરાની મજબૂરી અને અણસમજનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. સીમ વિસ્તાર સુમસામ હોવાનો લાભ લઈને તે સગીરાને એરંડાના વાવેતરવાળા ખેતરમાં ખેંચી ગયો હતો, ત્યાં તેણે ડરાવી-ધમકાવીને માસૂમ સગીરા પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું.સગીરાની આ ડરનો લાભ ઉઠાવીને આરોપી વધુ હેરાન કરવા લાગ્યો હતો.

આ દરમિયાન સગીરાના પિતાને દીકરી પર થયેલ અત્યાચારની જાણ થતાં તેઓએ આરોપીના પિતાને વાત કરી હતી. જે બાબતે આરોપીને તેના પિતાએ ઠપકો આપતાં તે સમયે ફરીયાદ નોંધાવી ન હતી. જો કે આરોપી છતાં બેફામ બની ભોગ બનનાર સગીરા જ્યારે પણ ગામની શાળાએથી ભણીને ઘર તરફ પરત ફરતી, ત્યારે આરોપી રસ્તામાં તેનો પીછો કરતો હતો. તે બળજબરીપૂર્વક વાડીએ ઘસી જવા દબાણ કરતો અને પોતાની સાથે વાત કરવા માટે ફરજ પાડતો હતો.

આરોપીના આ ત્રાસ અને પીછો કરવાની આદતથી સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી.તે સ્કૂલે જતાં પણ ડરવા લાગી હતી. દીકરીના બદલાયેલા વર્તનને પગલે પરિવારે તેની પ્રેમથી પૂછપરછ કરતાં ફરી આખો મામલો બહાર આવ્યો હતો. દીકરીએ રડતા-રડતા પોતાની સાથે બનેલી આપવીતી પરિવારને જણાવી હતી.

અંતે આરોપીથી કંટાળેલો પરિવાર ભાયાવદર પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ધોરાજી એએસપી સીમરન ભારદ્વાજ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને તેઓએ તપાસ ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઈ ડો. એમ.એમ.ઠાકોરને સોંપી હતી. પોલીસે સીમ વિસ્તારમાં દરોડો પાડી આરોપી પરિણીત શખ્સને દબોચી લીધો હતો.

એક તરફ પત્નીએ બાળકને જન્મ આપ્યો, બીજી તરફ નરાધમને જેલમાં ધકેલવામાં આવશે


આ કેસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સગીરા પર કુકર્મ આચરનાર આરોપી હવસખોર શખ્સ પરિણીત છે. જે સમયે તે માસૂમ સગીરાની જિંદગી બરબાદ કરી રહ્યો હતો, તે જ ગાળામાં તેની પોતાની પત્ની પણ ગર્ભવતી હતી.

ગઈકાલે જ તેની પત્નીએ એક સંતાનને જન્મ આપ્યો છે. એક તરફ ઘરમાં નવજાત બાળકનો જન્મ થયો છે અને બીજી તરફ નરાધમ પિતા પોતાની હવસખોરીના કારણે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.