Rajkot: માધાપર ચોકડી પાસે આવેલ સંતોષીનગરની સામે રેલ્વેના પટમાંથી જીવિત નવજાત બાળક ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બાળકને 108ની ટીમે તુરત જ સારવાર માટે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખસેડયું હતું.
ગાંધીગ્રામે પાલીસની ટીમને તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં મૂળ મધ્ય પ્રદેશની 15 વર્ષની સગીરાના પરિવારે આ બાળકને ત્યજી દીધાનું સામે આવતાં તેની પૂછતાછમાં દેવભૂમિ દ્વારકા પંથકમાં દાહોદના એક શખ્સે તેની સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેતાં આ બાળક ત્યજી દીધાનું ખુલતાં પોલીસે આરોપી વિરૂદ્ધ બળાત્કાર, પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી દેવભૂમિ દ્વારકા પોલીસને તપાસ ટ્રાન્સફર કરી હતી.
ગત તા.27 જાન્યુઆરીના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજાએ શેઠનગરમાં રહેતા ચેતનભાઈ રાયધનભાઈ જીલરીયાની ફરિયાદ પરથી નવજાત બાળકની માતા અને તપાસમાં ખુલે તેના વિરૂદ્ધ બાળકને અસુરક્ષિત રીતે ત્યજી દેવાનો ગુનો નોંધ્યો હતો.
ગીરના ખોળે સેવા, સંસ્કાર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમઃ રાજભા ગઢવી દ્વારા 18 દીકરીઓના સમુહલગ્ન અને ભવ્ય ડાયરાનું આયોજન
ફરીયાદી ચેતનભાઈએ જણાવ્યુ હતુ કે, તેઓ જામનગર રોડ સતોષીનગર રોડ ખાતે ચા-પાણી પીતા હતા, ત્યારે સંતોષીનગરની સામે રેલવેના પટમાં ઝૂંપડપડ્ડી પાસે માણસો ભેગા થયેલ હતા અને બાળકના રડવાનો અવાજ આવતો હતો. આથી ત્ંયા જઈને જોયેલ તાજુ જન્મેલ બાળક સફેદ જેવી ચાદરમાં વીટાળેલુ હતું.
આ દરમિયાન 112 નો સ્ટાફ આવી જતા બાળકને 108 મારફત ઝનાના હોસ્પિટલમાં સારવારમાં ખસેડયુ હતુ.જે બાદ બાળકનો જન્મ થતાં જ ત્યજી દીધાના સામે આવતાં બનાવની આળગની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઈ પી.બી. વારોતરીયા અને રાઈટર વિશ્વરાજસિંહ દ્વારા હાથ ધરાઈ હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, જે-તે સમયે માધાપર ચોકડી પાસે આવેલ રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ ઝોન નજીક ઝૂંપડામાં રહેતાં શ્રમિક પરીવાર દ્વારા બાળક ત્યજી દીધેલનું ખુલતાં હાલ મધ્ય પ્રદેશ રહેતી સગીરાને બોલાવી પૂછતાછ કરતાં હકીકત સામે આવી હતી.
સગીરાએ વર્ણવેલ હકીકત મુજબ,10 મહિના પહેલા તેણી પરિવાર સાથે રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ ઝોન નજીક ઝૂંપડામાં રહેતી હતી અને પરિવાર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન દેવભૂમિ દ્વારકાના એક ગામે પાણીનો ટાંકો બનાવવાનો હોય જેથી ત્યાં મજૂરીકામે ગયેલ હતાં. જ્યાં આરોપી પણ સાથે કામ કરતો હોય જેને લલચાવી ફોસલાવી ગામ નજીક આવેલ ઝાળી ઝાંખરામાં લઇ જઈ બળજબરીથી શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ ત્યાં કામ પૂરું કરી તેઓ પરત રાજકોટ રહેવાં આવતાં રહેલ હતાં.આ દરમિયાન તેણીને ગર્ભ રહી ગયો હોવાની જાણ થતાં પરીવાર ચોંક્યો હતો. જે બાદ પોતે સગીર હોવાના કારણે પરિવારે તેની ઝૂંપડામાં જ પ્રસૃતી કરાવી નાંખી બાળકને ત્યજી દિધું હતું. હાલ પોલીસે સગીરાના પિતાની ફરીયાદ પરથી પુત્રી પર દુષ્કર્મ આચરનાર મુળ દાહોદના ગરબાડાના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
