ગીરના ખોળે સેવા, સંસ્કાર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમઃ રાજભા ગઢવી દ્વારા 18 દીકરીઓના સમુહલગ્ન અને ભવ્ય ડાયરાનું આયોજન

12 ફેબ્રુઆરીના રોજ રાતે 9 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારો પોતાની કલાના કામણ પાથરશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Feb 2026 04:23 PM (IST)Updated: Wed, 11 Feb 2026 04:23 PM (IST)
junagadh-news-rajbha-gadhvi-organizes-mass-marriage-and-lokdayro-in-rajpra-gir
HIGHLIGHTS
  • રાજપરા ગીરના રવેચી ધામ ખાતે ચારણ સમાજના સમુહલગ્ન

Junagadh: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા રાજપરા (ગીર) ખાતે આગામી ફેબ્રુઆરી માસમાં એક ભવ્ય સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજભા ગઢવી (ગીર) ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ચારણ સમાજની 18 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે, જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

સેવા અને સંસ્કૃતિનું અનોખું આયોજન
આ ચતુર્થ ચારણ સમાજ સમૂહ લગ્નોત્સવના મુખ્ય આયોજક લોકસાહિત્યકાર કવિ રાજભા ગઢવી છે . ગીરના નેહડામાં સેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાનારા આ મહોત્સવમાં સમાજની દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. ગીરની સંસ્કૃતિને જાળવી રાખવા અને સમાજમાં એકતાના સંદેશ સાથે આ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

કલાકારોની જમાવટ: ભવ્ય લોકડાયરો
સમૂહ લગ્નોત્સવના ઉપલક્ષમાં 12 ફેબ્રુઆરી 2026 ના રોજ રાત્રે 9 વાગ્યે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી, જીતુદાદ ગઢવી, હકાભા ગઢવી, દેવરાજભાઈ ગઢવી (ઉપલેટા) અને અભયદાન ગઢવી પોતાની કલાના કામણ પાથરશે. આ સમગ્ર ડાયરાનું સંચાલન મહેશદાનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવશે.

naidunia_image

આ દિવ્ય કાર્યક્રમ વિસાવદર જિલ્લા જૂનાગઢ પાસે આવેલા રાજપરા (ગીર) ના રવેચી ધામ ખાતે યોજાશે. ગીરની પવિત્ર ભૂમિ પર જ્યારે 18 દીકરીઓ એકસાથે મંગળ ફેરા ફરશે અને લોકસંગીતની સૂરાવલીઓ રેલાશે, ત્યારે એક અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળશે.